________________
તત્ત્વવિચાર
૧૫૧
રીતે કોઈ મનુષ્ય પોતાની કેડ ઉપર હવાભરેલી મશક બાંધીને પાણી ઉપર તરે છે તેવી જ રીતે વાયુના આધાર ઉપર પૃથ્વી આદિ ટકેલાં છે.
અધોલોકની સાત ભૂમિઓનાં નામ આ છે—(૧) રત્નપ્રભા, (૨) શર્કરાપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમઃપ્રભા અને (૭) મહાતમઃપ્રભા. તેમનો વર્ણ ક્રમશઃ રત્ન, શર્કરા, વાલુકા, પંક, ધૂમ, તમ અને મહાતમ (ઘનાન્ધકાર) સદેશ હોવાથી તેમનાં આ નામ છે. રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ છે. સૌથી ઉપરનો પ્રથમ ખ૨કાંડ રત્નબહુલ છે. તેની મોટાઈ અર્થાત્ ઉપરથી નીચે સુધીનો વિસ્તાર ૧૬,૦૦૦ યોજન છે. તેની નીચેનો બીજો કાંડ પંકબહુલ છે. તેની મોટાઈ ૮૪,000 યોજન છે. તેની નીચેનો ત્રીજો કાંડ જલબહુલ છે. તેની મોટાઈ ૮૦,૦૦૦ યોજન છે. ત્રણે કાંડોની મોટાઈનો સરવાળો કરવાથી રત્નપ્રભાની મોટાઈ ૧,૮૦,૦૦0 યોજન થાય છે. બીજીથી સાતમી ભૂમિ સુધી એવા કાંડો નથી. તેમનામાં જે પણ પદાર્થ છે તે સર્વત્ર એકસરખો સમાન છે. બીજી ભૂમિની મોટાઈ ૧,૩૨,૦∞યોજન, ત્રીજીની ૧,૨૮,૦૦૦, ચોથીની ૧,૨૦,૦૦૦, પાંચમીની ૧,૧૮,૦૦૦, છઠ્ઠીની ૧,૧૬,૦૦૦ અને સાતમીની ૧,૦૮,૦૦0 યોજન છે. સાત ભૂમિઓની નીચે જે ઘનોદધિ આદિ છે તેમની મોટાઈ પણ વિભિન્ન પ્રમાણોવાળી છે.
રત્નપ્રભા આદિની જેટલી જેટલી મોટાઈ છે તેની ઉપરના અને નીચેના એક એક હજાર યોજન છોડીને બાકીના ભાગમાં નરકાવાસ છે. દાખલા તરીકે રત્નપ્રભાની ૧,૮૦,૦૦૦ની મોટાઈમાંથી ઉ૫૨ના અને નીચેના એક એક હજાર અર્થાત્ કુલ ૨૦૦૦ યોજન છોડીને બાકીના (૧,૮૦,૦૦૦-૨૦૦૦)૧,૭૮,૦૦૦ યોજનપ્રમાણ મધ્યભાગમાં નરકાવાસ છે. દ્વિતીય આદિ ભૂમિઓની મોટાઈમાંથી પણ આ રીતે બે બે હજાર યોજન બાદ કરવા જોઈએ. બાકી ભાગોમાં નરકાવાસ છે.
મધ્યલોક
મધ્યલોકમાં અસંખ્યેય દ્વીપ અને સમુદ્ર છે. સૌપ્રથમ અને બધા દ્વીપ-સમુદ્રોની મધ્યમાં જમ્બુદ્વીપ છે. તેના પછી લવણસમુદ્ર છે. લવણસમુદ્ર પછી ધાતકીખંડ (દ્વીપ) છે. આ રીતે ક્રમશઃ દ્વીપ પછી સમુદ્ર તથા સમુદ્ર પછી દ્વીપ આવેલ છે. જમ્બુદ્વીપનો વિસ્તાર પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એક લાખ યોજન છે. લવણસમુદ્રનો વિસ્તાર
૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૧.૬.
૨. સર્વાર્થસિદ્ધિ (૩.૧) આદિ.
૩. તત્ત્વાર્થસૂત્ર (પં. સુખલાલજીકૃત વિવેચનસહિત), પૃ. ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org