________________
૧૫૦
જૈન ધર્મ-દર્શન શ્વેતામ્બર મત અનુસાર ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ બન્ને બાજુની પહોળાઈ ક્રમશઃ ઘટે-વધે છે પરંતુ વિશ્વનું ઘનાકાર માપ ૩૪૩ રજુપ્રમાણ જ રહે છે.
વિશ્વ ત્રણ ભાગોમાં વિભક્ત છે – અધઃ, મધ્ય અને ઊર્ધ્વ. અધોભાગ મેરુપર્વતના સમતલથી ૯00 યોજન નીચેથી શરૂ થાય છે. સમતલથી ૯૦૦યોજન ઊંચેથી ઊર્ધ્વભાગ શરૂ થાય છે. ઊર્ધ્વલોકના નીચે અને અધોલોકની ઉપર ૧૮૦૦ યોજનનો મધ્યભાગ અર્થાત્ મધ્યલોક છે. અધોલોકનો આકાર ઉંધા વાળેલા શકોરા જેવો છે અર્થાત નીચે જતાં વધતો જાય છે. મધ્યલોક થાળી જેવો ગોળાકાર છે અર્થાત સમાન લંબાઈ-પહોળાઈવાળો છે. ઊર્ધ્વલોકનો આકાર પખાજ જેવો છે. અધોલોક
અધોલોકમાં સાત ભૂમિઓ છે. તે ભૂમિઓમાં નારકો રહે છે, એટલે તે નરકો છે. આ ભૂમિઓ સમશ્રેણીમાં નથી પરંતુ એકબીજીની નીચે છે. તેમની લંબાઈ-પહોળાઈ એકસરખી નથી. નીચે નીચેની ભૂમિઓ ઉપર ઉપરની ભૂમિઓથી વધારે લાંબીપહોળી છે. આ ભૂમિઓ એકબીજીની નીચે છે પરંતુ એકબીજીથી જોડાયેલી નથી. બેની વચ્ચે સારું અંતર છે. આ અત્તરાલમાં ઘનોદધિ, વાત અને આકાશ છે. પ્રત્યેક પૃથ્વીની નીચે ક્રમશઃ ઘન જલ, ઘન વાત, તનુ વાત અને આકાશ છે. આ વાત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણે કહેવામાં આવી છે ત્રસસ્થાવરાદિ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે, પૃથ્વીનો આધાર ઉદધિ છે, ઉદધિનો આધાર વાયુ છે અને વાયુનો આધાર આકાશ છે. વાયુના આધાર પર ઉદધિ અને ઉદધિના આધાર પર પૃથ્વી કેવી રીતે ટકી શકે છે? આનું સમાધાન આ પ્રમાણે કરવામાં આવ્યું છે. એક મશકમાં હવા ભરીને ઉપરથી તેને બાંધવામાં આવે. પછી તેને વચ્ચેથી બાંધી ઉપરનું મોં ખોલી નાખવામાં આવે. તેને કારણે ઉપરના ભાગની હવા નીકળી જશે. પછી તે ખાલી ભાગમાં પાણી ભરી ઉપરથી મોટું બાંધી દેવામાં આવે અને વચ્ચેની ગાંઠ ખોલી નાખવામાં આવે. પરિણામે ઉપરના ભાગમાં ભરેલું પાણી નીચેના ભાગમાં ભરેલી હવાના આધાર ઉપર ટકી રહેશે. આ રીતે પૃથ્વી વગેરે પણ વાયુના આધાર ઉપર પ્રતિષ્ઠિત છે. અથવા જેવી
૧. જુઓ વ્યાખ્યાપ્રાપ્તિ આદિ ગ્રન્થ. ૨. મેરુપર્વતના વર્ણન માટે જુઓ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિનો ચોથો વક્ષસ્કાર. ૩. યોજનના સ્વરૂપ માટે જુઓ અનયોગદ્વારનું ક્ષેત્રપ્રમાણ પ્રકરણ. ૪. તત્ત્વાર્થસૂત્ર, ૩.૧-૨. પ સર્વાર્થસિદ્ધિ. ૩.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org