________________
તત્ત્વવિચાર
૧૪૯ વિશ્વનું સ્વરૂપ
વિશ્વ, જગત અથવા સંસાર માટે જૈન પરંપરામાં સામાન્યપણે લોક શબ્દનો વ્યવહાર થયો છે. આ લોક શું છે? આનો ઉત્તર બે રૂપોમાં મળે છે. ક્યાંક પંચાસ્તિકાયને લોક કહેવામાં આવેલ છે, તો ક્યાંક છ દ્રવ્યોને લોક માનવામાં આવેલ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં (ભગવતીસૂત્રમાં) એક સ્થળે કહ્યું છે કે લોક પંચાસ્તિકાયરૂપ છે. પંચાસ્તિકાય આ છે
– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુગલાસ્તિકાય.' પ્રવચનસારમાં લોકનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે જે આકાશ પુદ્ગલ અને જીવથી સંયુક્ત છે તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલથી ભરેલું છે તે લોક છે. સામાન્યપણે લોકમાં છ તત્ત્વો (દ્રવ્યો) છે – જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. લોક આ છ તત્ત્વોનો સમુચ્ચય છે. આ છ તત્ત્વોમાં સમસ્ત લોક સમાવિષ્ટ થઈ જાય છે. તેમના વિના લોક કશું જ નથી. આ છ તત્ત્વો અનાદિ-અનન્ત છે. તે સ્વતઃ સત્ છે. તેમને ન તો કોઈએ સર્યા છે, તો કોઈ તેમનો વિનાશ કરી શકે છે. તેઓ સદાયથી છે અને સદાય રહેશે. તેમનામાં પરિવર્તન સદૈવ થતું રહે છે પરંતુ તેઓ સર્વથા નાશ નથી પામતા. ન તો તેમની તદ્દન નવી ઉત્પત્તિ થાય છે અને ન તો તેમનો સર્વથા નાશ થાય છે. તેઓ ઉત્પત્તિ અને વિનાશમાં પણ સ્થિર (ધ્રુવ) રહે છે. તેમનામાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા માટે તેઓ ખુદ જવાબદાર છે, અન્ય કોઈ શક્તિ જવાબદાર નથી.
વિશ્વનો આકાર નિયત અને અપરિવર્તનીય છે. તેના માપ માટે રજુનો આધાર લેવામાં આવે છે. વિશ્વની ઊંચાઈ ૧૪ રજુપ્રમાણ છે. તેની પહોળાઈ ઉત્તર-દક્ષિણ ૭ રજુ છે. તેની પહોળાઈ પૂર્વ-પશ્ચિમ સાવ નીચે ૭ રજુ છે, પછી ક્રમશઃ ઘટતી ઘટતી બરાબર મધ્ય ભાગે અર્થાત્ ૭ રજુની ઊંચાઈએ ૧ રજજુ થઈ જાય છે, પછી ધીરે ધીરે વધતી વધતી શેષ અડધા ભાગની મધ્યે ૫ રજુ થઈ જાય છે, વળી પાછી ક્રમશઃ ઘટતી ઘટતી સૌથી ઉપર ૧ રજૂ થઈ જાય છે. વિશ્વનું ઘનાકાર માપ ૩૪૩ રજુપ્રમાણ છે. આ દિગમ્બર મત છે." ૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૧૩.૪ ૨. પ્રવચનસાર, ૨.૩૬ ૩. જીવ અર્થાત્ ચેતન તત્ત્વ, પુદ્ગલ અર્થાત્ રૂપી જડ તત્ત્વ, ધર્મ અર્થાત્ ગતિસહાયક
તત્ત્વ, અધર્મ અર્થાત્ સ્થિતિસહાયક તત્ત્વ, આકાશ અર્થાત્ અવકાશદાતા (સ્થાન
દેનાર) તત્ત્વ, કાલ અર્થાત્ પરિવર્તનસહાયક તત્ત્વ. ૪. રજુની પરિભાષા માટે જુઓ ત્રિલોકપ્રજ્ઞપ્તિ, ૧.૯૩-૧૩૨. ૫. જુઓ ત્રિલોપ્રજ્ઞપ્તિ આદિ ગ્રન્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org