________________
જ્ઞાનમીમાંસા
૧૭૩
શું વ્યંજનાવગ્રહ બધી ઇન્દ્રિયોથી થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહેવામાં આવ્યું છે કે ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી.` ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ કેમ થતો નથી ? કેમ કે તે બન્ને અપ્રાપ્યકારી છે. વ્યંજનાવગ્રહ માટે ઇન્દ્રિય અને અર્થનો સંયોગ અપેક્ષિત છે. અને સંયોગને માટે પ્રાપ્યકારિત્વ અનિવાર્ય છે. ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે, તેથી તેમનો અર્થ સાથે સંયોગ થતો નથી. અને સંયોગ ન થવાથી વ્યંજનાવગ્રહ નથી થતો. મનને અપ્રાપ્યકારી માની શકાય પરંતુ ચક્ષુ અપ્રાપ્યકારી કેવી રીતે છે ? ચક્ષુ અપ્રાપ્યકારી છે કારણ કે ચક્ષુ સ્પષ્ટ અર્થનું ગ્રહણ કરતી નથી. જો ચક્ષુ પ્રાપ્યકારી હોત તો તે ત્વગિન્દ્રિયની જેમ સ્પષ્ટ અંજનનું ગ્રહણ કરત. પરંતુ ચક્ષુ સ્પષ્ટ અંજનનું ગ્રહણ કરતી નથી, તેથી તે અપ્રાપ્યકારી છે. કોઈ કહી શકે કે ચક્ષુ પ્રાપ્યકારી છે કેમ કે તે આવૃત વસ્તુનું ગ્રહણ કરતી નથી, જેમ કે સ્વગિન્દ્રિય. પરંતુ આમ કહેવું યોગ્ય નથી કેમ કે ચક્ષુ કાચ, અબરખ, સ્ફટિક આદિથી આવૃત અર્થનું ગ્રહણ કરે છે. વળી કોઈ શંકા કરે છે કે જો ચક્ષુ અપ્રાપ્યકારી હોય તો તે વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થને પણ ગ્રહણ કરી લે. પરંતુ આ શંકા પણ યોગ્ય નથી કેમ કે લોહચુંબક અપ્રાપ્યકારી હોવા છતાં પણ અમુક સીમામાં રહેલા લોઢાને જ આકર્ષે છે, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ લોઢાને આકર્ષતું નથી. વળી કોઈ શંકા કરે છે કે ચક્ષુ સ્વયં પ્રાપ્યકારી નથી પરંતુ તેનાં તૈજસ કિરણો પ્રાપ્યકારી છે. આ શંકા પણ યોગ્ય નથી, કેમ કે આપણને એવો અનુભવ થતો નથી કે ચક્ષુ તૈજસ છે. જો ચક્ષુ તૈજસ હોત તો ચક્ષુરિન્દ્રિયનું સ્થાન ઉષ્ણ હોત. નર્ક્સચર પ્રાણીઓની આંખોમાં રાતે કિરણો દેખાય છે માટે ચક્ષુ કિરણયુક્ત છે, આ ધારણા બરાબર નથી કેમ કે અતૈજસ દ્રવ્યમાં પણ ભાસુરરૂપ દેખાય છે જેમ કે મણિ આદિ. તેથી ચક્ષુ પ્રાપ્યકારી નથી. અપ્રાપ્યકારી હોવા છતાં કર્માવરણના ક્ષયોપશમના કારણે ચક્ષુ વસ્તુને દેખે છે. તેથી મન અને ચક્ષુથી વ્યંજનાવગ્રહ થતો નથી. શ્રોત્ર, ઘ્રાણ, રસન અને સ્પર્શન આ ચાર ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે.
અર્થાવગ્રહ સંયોગરૂપ નથી પરંતુ સામાન્યજ્ઞાનરૂપ છે. ચક્ષુ અને મનથી અર્થાવગ્રહ થાય છે કેમ કે આ બન્નેનું વિષયગ્રહણ સીધું સામાન્યરૂપ હોય છે. આમ અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન આ છ દ્વારા થાય છે. ઈહા, અવાય અને ધારણા પણ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મન પૂર્વક થાય છે.
૧. ૬ ચક્ષુરનિન્દ્રિયા મ્યાન્ । તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org