________________
૨૮૬
જૈન ધર્મ-દર્શન
છે. તેને અસહાય બનીને પોતાનાં પૂર્વકૃત કર્મોનાં ફળ ભોગવવાં પડે છે. તે એ કર્મોને ન તો શીઘ્ર કે ન તો વિલંબથી ભોગવી શકે છે અને ન તો તેમનામાં કોઈ જાતનું પરિવર્તન તે કરી શકે છે. જે વખતે જે કર્મનું ફળ જે રૂપમાં ભોગવવાનું નિયત હોય છે તે વખતે તે કર્મનું ફળ તે રૂપમાં તેને ભોગવવું પડે છે જ.૧ દૈવવાદ અને નિયતિવાદમાં સમાનતા હોવા છતાં પણ મુખ્ય અન્તર એ છે કે દૈવવાદ કર્મની સત્તામાં વિશ્વાસ રાખે છે જ્યારે નિયતિવાદ કર્મના અસ્તિત્વને માનતો નથી. બન્નેમાં પરાધીનતા આત્યન્તિક અને ઐકાન્તિક હોવા છતાં પણ દૈવવાદમાં પરાધીનતા પરતઃ છે અર્થાત્ જીવનાં કર્મોના કારણે છે જ્યા૨ે નિયતિવાદમાં પરાધીનતા કોઈ પણ કારણ વિના છે અર્થાત્ સ્વતઃ છે.
પુરુષાર્થવાદ — પુરુષાર્થવાદીઓના મતે ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિ બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવાથી જ થાય છે. ભાગ્ય કે દૈવ જેવી કોઈ વસ્તુ નથી. પુરુષાર્થ અર્થાત્ પ્રયત્ન જ બધું છે. પ્રાણી પોતાની બુદ્ધિ અને શક્તિ અનુસાર જેવો પ્રયત્ન કરે છે તેવું જ ફળ પામે છે. એમાં ભાગ્યની વાત ક્યાં આવે છે? કોઈ પણ કાર્યની સફળતા-અસફળતા પ્રાણીના પુરુષાર્થ ઉપર જ આધાર રાખે છે. પુરુષાર્થવાદનો મૂલાધાર સ્વતન્ત્રતાવાદ એટલે ઇચ્છાસ્વાતન્ત્ય છે.
જૈન સિદ્ધાન્તનું માવ્ય
જૈન સિદ્ધાન્ત જીવોની વિચિત્રતાનું પ્રધાન કારણ કર્મને માનીને પણ કાલ આદિનો સર્વથા અપલાપ નથી કરતો. આચાર્ય હરિભદ્ર જણાવે છે કે કાલ આદિ બધાં મળીને ગર્ભ વગેરે કાર્યોનું કારણ બને છે. તેઓ પૃથક્ પૃથક્ એકલાં ક્યાંય પણ કોઈ કાર્યને ઉત્પન્ન કરતાં જોયાં નથી, તેથી એ માનવું તર્કસંગત છે કે તે બધાં મળીને જ સમસ્ત કાર્યોનાં કારણો બને છે. સિદ્ધસેન દિવાકરે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણોમાંથી કોઈ એકને જ કાર્યનિષ્પત્તિનું કારણ માનવું અને બાકીનાની અવહેલના કરવી એને મિથ્યા ધારણા કહી છે. કાર્યનિષ્પત્તિમાં કાલ વગેરે બધાં કારણોનો સમન્વય કરવો એ સમ્યક્ ધારણા છે. આચાર્ય સમન્તભદ્રે દૈવ અને પુરુષાર્થનો સમન્વય કરતાં કહ્યું છે કે બુદ્ધિપૂર્વક કાર્ય ન કરવા છતાં ઇષ્ટ અથવા અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી દૈવાધીન છે તથા બુદ્ધિપૂર્વક કાર્ય કરતાં ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિ થવી
3
૧. આપ્તમીમાંસામાં (કારિકા ૮૮-૯૧) દૈવ અને પુરુષાર્થનો સમન્વય કરવામાં આવ્યો છે.
૨. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૧૯૧-૧૯૨.
૩. સન્મતિતર્કપ્રકરણ, ૩.૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org