________________
કર્મસિદ્ધાન્ત
૨૮૫ સમિશ્રણથી શરીરનું નિર્માણ થતાં જીવની ઉત્પત્તિ થાય છે અને શરીરનો નાશ થતાં જીવ પણ નાશ પામે છે.
ભૂતવાદી આત્માને સ્વતંત્ર તત્ત્વ ન માનતાં શરીરથી સમ્બદ્ધ ચૈતન્યના રૂપમાં તેનો સ્વીકાર કરે છે અને શરીરના નારા સાથે તેનો પણ નાશ માને છે. તેથી તેઓ પુનર્જન્મમાં તથા પરલોકના અસ્તિત્વમાં વિશ્વાસ રાખતા નથી. તેમની દષ્ટિએ જીવનનું એકમાત્ર ધ્યેય ઐહલૌકિક સુખની પ્રાપ્તિ છે. જગતની બધી ઘટનાઓ અને વિચિત્રતાઓ એ તો ભૂતોનો જ ખેલ છે.
વિકાસવાદનો સિદ્ધાન્ત પણ ભૂતવાદ અથવા ભૌતિકવાદનું જ એક રૂપ છે. ડાર્વિનના આ સિદ્ધાન્તનો અભિપ્રાય છે કે પ્રાણીઓની શારીરિક શક્તિ અને પ્રાણશક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે. જડતત્ત્વના વિકાસની સાથે સાથે ચૈતન્યનો પણ વિકાસ થાય છે. ચૈતન્ય જડતત્ત્વનું જ એક અંગ છે, તેનાથી ભિન્ન સ્વતન્ત તત્ત્વ નથી. ચેતનાશક્તિનો વિકાસ જડતત્ત્વના વિકાસ ઉપર નિર્ભર છે.
પુરુષવાદ –– પુરુષવાદીઓની માન્યતા છે કે સૃષ્ટિના સર્જનહાર, પાલનકર્તા, અને સંહર્તા પુરુષવિશેષ અર્થાત ઈશ્વર છે જેની જ્ઞાન આદિ શક્તિઓ પ્રલયાવસ્થામાં પણ વિદ્યમાન રહે છે. પુરુષવાદનાં બે રૂપ છે – બ્રહ્મવાદ અને ઈશ્વરવાદ. બ્રહ્મવાદીઓનો મત છે કે જેમ કરોળિયો જાળા માટે, ચન્દ્રકાન્તમણિ જલ માટે અને વડનું ઝાડ વડવાઈઓ માટે કારણભૂત છે તેમ બ્રહ્મ સંપૂર્ણ જગતના પ્રાણીઓની સૃષ્ટિ, સ્થિતિ અને સંહારના માટે કારણભૂત છે. આમ બ્રહ્મવાદના મત અનુસાર બ્રહ્મ જ જગતના બધા જ પદાર્થોનું ઉપાદાનકારણ છે. ઈશ્વરવાદીઓના મતે સ્વયંસિદ્ધ ચેતન અને જડ દ્રવ્યોના (પદાર્થોના) પારસ્પરિક સંયોજનમાં ઈશ્વર નિમિત્તભૂત છે. જગતનું કોઈપણ કાર્ય ઈશ્વરની ઇચ્છા વિના નથી થઈ શકતું. આમ ઈશ્વરવાદના મત અનુસાર ઈશ્વર જગતની બધી ઘટનાઓનું નિમિત્તકારણ છે. તે સ્વયંસિદ્ધ જડ અને ચેતન પદાર્થો(ઉપાદાનકારણ)નો નિયત્રક અને નિયામક (નિમિત્તકારણ) છે– વિશ્વનો સંયોજક અને વ્યવસ્થાપક છે.
દેવવાદ–દેવવાદ અને ભાગ્યવાદ એકાર્થક છે. કેવળ પૂર્વકૃત કર્મોનો આધાર લઈ બેસી રહેવું અને કોઈ જાતનો પુરુષાર્થ અર્થાત્ પ્રયત્ન ન કરવો એ દૈવવાદ છે. તેમાં સ્વતંત્રતાવાદ અર્થાત્ ઇચ્છા સ્વાતન્યને કોઈ સ્થાન નથી. સઘળું ઘટનાચક્ર અનિવાર્યતાવાદ અર્થાત્ પરતત્રતાના આધારે ચાલે છે. જીવ પોતાના ભાગ્યનો દાસ
૧. પ્રમેયકમલમાર્તડ, પૃ. ૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org