________________
૨૮૪
જૈન ધર્મ-દર્શન કારણવિશેષની આવશ્યકતા નથી. નિમિત્ત યા કારણના અભાવમાં જ કાર્ય ઉત્પન્ન થઈ જાય છે. કોઈ પણ ઘટના સકારણ અર્થાત નિશ્ચિત કારણની ઉપસ્થિતિ (સભાવ) હોવાથી બનતી નથી પરંતુ અકારણ અર્થાત્ અકસ્માત બને છે. જેમ કંટકની તીણતા અનિમિત્ત અર્થાત નિમિત્તવિશેષ વિના જ અસ્તિત્વમાં આવે છે તેમ ભાવોની ઉત્પત્તિ કોઈ હેતુવિશેષ વિના જ થઈ જાય છે. યદચ્છાવાદ, અકસ્માતવાદ, અનિમિત્તવાદ, અકારણવાદ, અહેતુવાદ આદિ એકાWક છે. તેમનામાં કાર્યકારણભાવ અર્થાત્ હેતુહેતુમભાવનો પ્રતિષેધ છે. કાર્યકારણભાવ જેવી કોઈ ચીજ જ નથી. આ જાતની માન્યતાનો ઉલ્લેખ શ્વેતાશ્વતર ઉપનિષદૂ, મહાભારતના શાન્તિપર્વર, ન્યાયસૂત્ર આદિમાં મળે
છે.
- ભૂતવાદ – ભૂતવાદીઓનો સિદ્ધાન્ત છે કે પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતોમાંથી જ બધા પદાર્થોની ઉત્પત્તિ થાય છે. જડ અને ચેતન બધી વસ્તુઓનો આધાર આ ચાર ભૂતો જ છે. આ ભૂતો સિવાય કોઈ અન્ય ચેતન યા અચેતન સ્વતન્ન તત્ત્વ જગતમાં વિદ્યમાન નથી. જેને અન્ય દર્શનો આત્મતત્ત્વ યા ચેતનતત્ત્વ કહે છે તેને ભૂતવાદી ભૌતિક જ માને છે. આત્મા, જીવ કે ચેતન એ તો ભૂતોનો જ એક કાર્યવિશેષ છે જે અવસ્થાવિશેષની ઉપસ્થિતિમાં ઉત્પન્ન થાય છે તથા તેની અનુપસ્થિતિમાં નાશ પામી જાય છે. જેમ પાન, સોપારી, કાથો, ચૂનો આદિ વસ્તુઓનું વિશિષ્ટ સમિશ્રણ થતાં લાલ રંગ ઉત્પન્ન થાય છે તેમ ચાર ભૂતોનું વિશિષ્ટ સમિશ્રણ થતાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. આ દષ્ટિએ આત્મા ભૌતિક શરીરથી ભિન્ન તત્ત્વ સિદ્ધ ન થતાં શરીરરૂપ જ સિદ્ધ થાય છે. સૂત્રકૃતાંગમાં તજીવતછરીરવાદ તથા પંચભૂતવાદનું જે વર્ણન મળે છે તે આ માન્યતા સાથે સંબંધ ધરાવે છે. તજીવનચ્છરીરવાદનું મન્તવ્ય છે કે શરીર અને જીવ એક છે – અભિન્ન છે. આને અનાત્મવાદ યા નાસ્તિકવાદ પણ કહી શકાય. પંચભૂતવાદની માન્યતા છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતો જ મૂળભૂત તત્ત્વો છે, સત્યો છે, અને તેમનામાંથી જીવની ઉત્પત્તિ થાય છે. તજીવતચ્છરીરવાદ અને પંચભૂતવાદમાં સૂક્ષ્મ અત્તર એ છે કે એકના મતે શરીર અને જીવ એક જ છે અર્થાત બન્નેમાં કોઈ ભેદ નથી જ્યારે બીજાના મતે પાંચ ભૂતોના
૧. ૧.૨. ૨. ૩૩.૨૩ ૩. ૪.૧.૨૨ ૪. સર્વદર્શનસંગ્રહ, અ.૧ ૫. શ્રુ.૨, અ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org