________________
જ્ઞાનમીમાંસા
૧૮૧
શ્રુતજ્ઞાન
શ્રુતજ્ઞાનનો અર્થ છે તે જ્ઞાન જે કૃતનિબદ્ધ અર્થાત્ શાસ્ત્રનિબદ્ધ છે. આપ્ત પુરુષે ઉપદેશેલાં આગમો કે અન્ય શાસ્ત્રોમાંથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. તેના બે ભેદ છે – અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ. અંગબાહ્ય શ્રુતજ્ઞાનના અનેક પ્રકારો છે. અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાનના બાર ભેદ છે.'
શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. તેનો અર્થ શું? શ્રુતજ્ઞાન થવા માટે શબ્દશ્રવણ આવશ્યક છે, કેમ કે શાસ્ત્ર વચનાત્મક છે. શબ્દશ્રવણ મતિજ્ઞાનમાં સમાવેશ પામે છે, કેમ કે તે શ્રોત્રનો વિષય છે. જ્યારે શબ્દ સંભળાય છે ત્યારે તેના અર્થનું સ્મરણ થાય છે. શબ્દશ્રવણરૂપ જે વ્યાપાર છે તે મતિજ્ઞાન છે. તેના પછી ઉત્પન્ન થનારું અર્થજ્ઞાન શ્રુતજ્ઞાન છે. તેથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન થયા વિના શ્રુતજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક કારણ તો શ્રુતજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ છે. મતિજ્ઞાન તો તેનું બહિરંગ કારણ છે. મતિજ્ઞાન થવા છતાં જો શ્રુતજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ ન હોય તો શ્રુતજ્ઞાન થતું નથી. અન્યથા જે કોઈ શાસ્ત્રવચન સાંભળે તે બધાંને શ્રુતજ્ઞાન થઈ જાય.
અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે. અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન તેને કહે છે જે સાક્ષાત તીર્થંકરે પ્રકાશેલું – ઉપદેશેલું છે અને જેને ગણધરોએ સૂત્રબદ્ધ કર્યું છે. આયુ, બળ, બુદ્ધિ આદિને નબળા પડતાં જોઈને ઉત્તરકાળે થયેલા આચાર્યોએ સર્વસાધારણ જનોના કલ્યાણ માટે અંગપ્રવિષ્ટ ગ્રન્થોના આધારે જુદા જુદા વિષયો ઉપર ગ્રન્થો લખ્યા. આ ગ્રન્થો અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં સમાવેશ પામે છે. તાત્પર્ય એ કે જે ગ્રન્થોના રચનારા ગણધરો પોતે જ છે તે અંગપ્રવિષ્ટ ગ્રન્થો અને જે ગ્રન્થોના રચનારા તે જ પરંપરાના અન્ય આચાર્યો છે તે અંગબાહ્ય ગ્રન્થો. અંગબાહ્ય ગ્રન્થો કાલિક, ઉત્કાલિક આદિ અનેક પ્રકારના છે. અંગપ્રવિષ્ટના બાર ભેદ છે. તે બાર અંગો કહેવાય છે. તેમનાં નામ અમે ગણાવી ગયા છીએ. શ્રત વસ્તુતઃ જ્ઞાનાત્મક છે પરંતુ ઉપચારથી શાસ્ત્રોને પણ શ્રુત કહે છે, કેમ કે શાસ્ત્રો જ્ઞાનોત્પત્તિનાં સાધન છે. શ્રુતજ્ઞાનના આ જે ભેદો કરવામાં આવ્યા છે તે તો સામાન્ય સમજણ માટે છે.
આવશ્યકનિર્યુક્તિમાં કહેવામાં આવ્યું છે કે જેટલા અક્ષર છે અને તેમના જેટલા વિવિધ સંયોગો છે તેટલા શ્રુતજ્ઞાનના ભેદો છે. તેથી શ્રુતજ્ઞાનના બધા જ ભેદોને ગણાવવા શક્ય નથી. શ્રુતજ્ઞાનના ચૌદ મુખ્ય પ્રકાર છે – અક્ષર, સંજ્ઞી, સમ્યફ,
૧. શ્રુતં મતપૂર્વ દિશમેન્ તત્ત્વાર્થસૂત્ર ૧.૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org