________________
કર્મસિદ્ધાન્ત
૩૧૩ સ્ત્રીને પુરુષ સાથે સંભોગ કરવાની ઇચ્છા થાય છે. પુરુષવેદના ઉદયથી પુરુષને સ્ત્રી સાથે સંભોગ કરવાની ઈચ્છા થાય છે. નપુંસકવેદના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે સંભોગ કરવાની કામના થાય છે. આ વેદ સંભોગની કામનાના અભાવરૂપ નથી પરંતુ તીવ્રતમ કામાભિલાષાના રૂપમાં છે જેનું લક્ષ્ય સ્ત્રી અને પુરુષ બન્ને છે. તેની નિવૃત્તિ અર્થાત્ તુષ્ટિ ચિરકાલસાધ્ય છે અને ચિરપ્રયત્નસાધ્ય છે. આ રીતે મોહનીય કર્મની કુલ ૨૮ ઉત્તર પ્રવૃતિઓ અર્થાત્ ભેદો છે – ૩ દર્શનમોહનીય + ૧૬ કષાયમોહનીય +૯નોકષાયમોહનીય.
આયુકર્મની ઉત્તરપ્રકૃતિઓ ચાર છે– (૧) દેવાયુ, (૨) મનુષ્યાયુ, (૩) તિર્યંચા, અને (૪) નરકાયુ. આયુકર્મની વિવિધતાના કારણે જીવ દેવ આદિ જાતિઓમાં રહીને સ્વકૃત અનેકવિધ કર્મોને ભોગવતો અને નવાં કર્મોને ઉપાર્જતો રહે છે. આયુકર્મના અસ્તિત્વથી પ્રાણી જીવે છે અને ક્ષયથી મરે છે. આયુ બે પ્રકારનું હોય છે–અપવર્તનીય અને અનપવર્તનીય. બાહ્ય નિમિત્તોના કારણે જે આયુ ઘટે છે અર્થાત નિયત સમય પહેલાં પૂરું થઈ જાય છે તેને અપવર્તનીય આયુકહે છે. આનું પ્રચલિત નામ અકાલમરણ છે. જે આય કોઈ પણ કારણથી ઘટતું નથી અર્થાતુ નિયત સમયે જ પૂરું થાય છે તેને અનપવર્તનીય આયુ કહે છે.
નામકર્મની એક સો ત્રણ ઉત્તરપ્રકૃતિઓ છે. આ ઉત્તરપ્રકૃતિઓ ચાર ભાગોમાં વિભક્ત છે – પિંડપ્રકૃતિઓ, પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક અને સ્થાવરદશક. આ પ્રકૃતિઓના કારણરૂપ કર્મોનાં પણ તે જ નામો છે જે આ પ્રવૃતિઓનાં છે. પિંડપ્રકૃતિઓમાં પંચોતેર પ્રકૃતિઓ સમાવેશ પામે છે. તે આ પ્રમાણે છે– (૧) ચાર ગતિઓ–દેવ, નરક, તિર્યંચ અને મનુષ્ય; (૨) પાંચ જાતિઓ – એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય; (૩) પાંચ શરીર–ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ; (૪) ત્રણ ઉપાંગ – ઔદારિક, વૈક્રિય અને આહારક (તેજસ અને કામણ શરીરને ઉપાંગો હોતાં નથી); (૫) પંદર બન્ધન – ઔદારિકઔદારિક,
દારિકતજસ, ઔદારિકકામણ, ઔદારિકતૈજસકાર્મણ, વૈક્રિયવૈક્રિય,વૈક્રિયતૈજસ, વૈક્રિયકાશ્મણ, વૈક્રિયતૈજસકાર્પણ, આહારકઆહારક, આહારકર્તજસ, આહારકકાર્મણ, આહારકર્તસકાર્પણ, તૈસતેજસ, તૈસકાર્પણ અને કાશ્મણકામણ; (૬) પાંચ સંધાતન
– ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ; (૭) છ સંહનન – વજઋષભનારાચ, ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિક અને સેવાર્ત; (૮) છ સંસ્થાન – સમચતુરગ્ન, જોધપરિમંડલ, સાદિ, કુ, વામન અને હુંડ; (૯) શરીરના પાંચ વર્ણ – કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર અને સિત; (૧૦) બે ગન્ધસુરભિગન્ધ અને દુરભિગન્ધ; (૧૧) પાંચ રસ– તિક્ત, કટુ, કષાય, આમ્સ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org