________________
૩૧૨
જૈન ધર્મ-દર્શન સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય. સમ્યત્વમોહનીય કર્મના દલિકો (દળિયા) અર્થાત્ કર્મપરમાણુઓ શુદ્ધ હોય છે. આ કર્મ શુદ્ધ - સ્વચ્છ પરમાણુઓવાળું હોવાના કારણે તત્ત્વરુચિરૂપ સમ્યત્વમાં બાધા પહોંચાડતું નથી પરંતુ તેના ઉદયના કારણે આત્માને સ્વાભાવિક સમ્યત્વ અર્થાત્ કર્મનિરપેક્ષ સમ્યકત્વ એટલે ક્ષાયિક સમ્યક્ત્વ થઈ શકતું નથી. પરિણામે તેને સૂક્ષ્મ પદાર્થોના ચિન્તનમાં શંકાઓ થયા કરે છે. મિથ્યાત્વમોહનીયના દલિકો અશુદ્ધ હોય છે. આ કર્મના ઉદયના કારણે જીવ હિતને અહિત સમજે છે અને અહિતને હિત. વિપરીત બુદ્ધિના કારણે તેને તત્ત્વનો યથાર્થ બોધ થઈ શકતો નથી. મિશ્રમોહનીયના દલિકો અર્ધવિશુદ્ધ હોય છે. આ કર્મના ઉદયના કારણે જીવને ન તો તત્ત્વરૂચિ થાય છે કે ન તો અતત્ત્વરુચિ થાય છે. આનું બીજું નામ સમ્યફ-મિથ્યાત્વ મોહનીય છે. આ સમ્યક્ત્વમોહનીય અને મિથ્યાત્વમોહનીયનું મિશ્રિતરૂપ છે જે તત્ત્વાર્થશ્રદ્ધાન અને અતત્ત્વાર્થશ્રદ્ધાન એ બન્ને અવસ્થાઓમાંથી શુદ્ધ રૂપમાં કોઈ પણ એક અવસ્થાને પ્રાપ્ત થવા દેતું નથી. મોહનીયના બીજા મુખ્ય ભેદ ચારિત્રમોહનીયના બે ભેદ છે – કષાયમોહનીય અને નોકષાયમોહનીય. કષાયમોહનીયના મુખ્ય ચાર પ્રકાર છે – ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ આદિ ચારે કષાય તીવ્રતામન્દતાની દૃષ્ટિએ ચાર ચાર ભેદ ધરાવે છે – અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન. આમ કષાયમોહનીય કર્મના કુલ સોળ ભેદ થયા જેમનો ઉદય થવાથી જીવમાં ક્રોધ આદિ કષાયો ઉત્પન્ન થાય છે. અનન્તાનુબન્ધી ક્રોધ આદિના પ્રભાવે જીવ અનન્ત કાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે. આ કષાય સમ્યકત્વનો ઘાત કરે છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય થવાથી દેશવિરતિરૂપ શ્રાવકધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેની અવધિ એક વર્ષની છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય થવાથી સર્વવિરતિરૂપ શ્રમણધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેની અવધિ ચાર મહિનાની છે. સંજવલન કષાયના પ્રભાવે શ્રમણ યથાખ્યાતચારિત્ર રૂપ સર્વવિરતિ પ્રાપ્ત કરી શકતો નથી. આની અવધિ એક પખવાડિયાની છે. ઉપર્યુક્ત કાલમર્યાદાઓ સાધારણ દષ્ટિએ અર્થાત્ વ્યવહારનયથી છે. તેમનામાં યથાસંભવ પરિવર્તન પણ થઈ શકે છે. કષાયોના ઉદયની સાથે જેમનો ઉદય થાય છે અથવા જે કષાયોને ઉત્તેજિત કરે છે તેમને નોકષાય કહે છે. નોકષાયના નવ ભેદો છે – (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) સ્ત્રીવેદ, (૮) પુરુષવેદ અને (૯) નપુંસકવેદ. સ્ત્રીવેદના ઉદયથી
૧. વાસદવર્તત્વીત્ કાયપેરાષિા.
हास्यादिनवकस्योक्ता नोकषायकषायता ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org