________________
૨૧૪
જૈન ધર્મ-દર્શન તેમનો આધાર પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ પોતે પોતામાં પૂર્ણ છે. તેને કોઈ અન્ય આધારના સહયોગની આવશ્યકતા નથી. “આ” એવા આકારવાળો પ્રતિભાસ એટલે સ્પષ્ટ પ્રતિભાસ. જે પ્રતિભાસમાં સ્પષ્ટતા ન હોય, વચ્ચે વ્યવધાન હોય, એક પ્રતીતિનો આધાર લઈ બીજી પ્રતીતિ સુધી પહોંચવું પડતું હોય તે પ્રતિભાસ ‘આ’ એવા આકારવાળો નથી હોતો. આવા અસ્પષ્ટ અને વ્યવહિત પ્રતિભાસને પરોક્ષ કહે છે. પ્રત્યક્ષમાં કોઈ જ વ્યવધાન હોતું નથી.
આપણે જોઈ ગયા કે જૈન તાર્કિકોએ પ્રત્યક્ષનું બે દષ્ટિએ પ્રતિપાદન કર્યું છે. એક લોકોત્તર યા પારમાર્થિક દૃષ્ટિ છે અને બીજી લૌકિક યા વ્યાવહારિક દૃષ્ટિ છે. પારમાર્થિક દૃષ્ટિએ પારમાર્થિક પ્રત્યક્ષનું વિશ્લેષણ કર્યું અને વ્યાવહારિક દૃષ્ટિએ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું અનુમોદન કર્યું. પારમાર્થિક પ્રત્યક્ષ સકલ અને વિકલના ભેદ બે પ્રકારનું છે. સકલપ્રત્યક્ષ કેવલજ્ઞાન છે અને વિકલપ્રત્યક્ષમાં અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બે સમાવેશ પામે છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદ થાય છે. પારમાર્થિક અને સાંવ્યવહારિક પ્રત્યક્ષના ભેદ-પ્રભેદોનું વર્ણન અમે પહેલાં કરી દીધું છે. અહીં અમે પરોક્ષ ઉપર થોડો પ્રકાશ પાડીશું. પરોક્ષ
જે જ્ઞાન અવિશદ અથવા અસ્પષ્ટ છે કે પરોક્ષ છે. પરોક્ષ પ્રત્યક્ષથી બરાબર ઊલટું છે. જેમાં વૈશદ્ય યા સ્પષ્ટતાનો અભાવ છે તે પરોક્ષ છે. પરોક્ષના પાંચ ભેદ છે – સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ.
સ્મૃતિ – વાસના જાગૃત થતાં ઉત્પન્ન થનારું “તે એવા આકારનું જ્ઞાન સ્મૃતિ છે.* સ્મૃતિ અતીતના અનુભવનું સ્મરણ છે. કોઈ જ્ઞાન યા અનુભવની વાસનાની જાગૃતિથી ઉત્પન્ન થનારું જ્ઞાન સ્મૃતિ કહેવાય છે. વાસનાની જાગૃતિ કેવી રીતે થાય
૧. ત૬ દિપ્રારં સાંવ્યવહરિ પરમfથવા પ્રમાણનયતત્ત્વાલક, ૨.૪. ૨. વિશઃ પક્ષમ્ | પ્રમાણમીમાંસા, ૧.૨.૧.
અસ્પષ્ટ પરોક્ષમ્ પ્રમાણનયતત્તાલોક, ૩.૧. ૩. મUપ્રત્યજ્ઞાનતનુમાના મેતત્ પંવપ્રારમ્ I એજન, ૩.૨. ૪. વાસોદોધતા હત્યા કૃતિ: 1 પ્રમાણમીમાંસા, ૧.૨.૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org