________________
૨
૧
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય સંવર, નિર્જરા, બન્ય, મોક્ષ આદિના વિશે નિર્દેશ કરવામાં આવેલ છે, નવદીક્ષિતોને માટે બોધવચનો કહેવામાં આવ્યાં છે, ૧૮૦ ક્રિયાવાદી મતો, ૮૪ અક્રિયાવાદી મતો, ૬૭ અજ્ઞાનવાદી મતો અને ૩૨ વિનયવાદી મતો – આમ બધી મળીને ૩૬૩ અન્ય દષ્ટિઓની અર્થાત્ અન્યમૂર્થિક મતોની ચર્ચા કરવામાં આવી છે.
સ્થાનાંગ અને સમવાયાંગ સંગ્રહાત્મક કોશના રૂપમાં છે. સ્મૃતિ અથવા ધારણાની સુગમતાની દષ્ટિએ અથવા વિષયોને શોધી કાઢવાની સરળતાની દૃષ્ટિએ આ બે અંગગ્રન્થોની યોજના કરવામાં આવી છે. સ્થાનાંગના દસ અધ્યયનોમાંથી પ્રથમમાં એક સંખ્યાવાળા, બીજામાં બે સંખ્યાવાળા એમ દસમામાં દસ સંખ્યાવાળા પદાર્થો કે ક્રિયાઓનું નિરૂપણ છે. સમવાયાંગની શૈલી પણ આ જ પ્રકારની છે. તેમાં દસથી આગળની સંખ્યાવાળા પદાર્થોનું પણ નિરૂપણ છે. પાલિ પિટકગ્રન્થ અંગુત્તરનિકાયની નિરૂપણશૈલી પણ આ જ પ્રકારની છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અથવા ભગવતી એકતાલીસ શતકોમાં વિભક્ત છે. તેમાં દાર્શનિક, આચાર સંબંધી, જ્ઞાન સંબંધી, તાર્કિક, લોક સંબંધી, ગણિત સંબંધી, રાજનીતિ સંબંધી, ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક આદિ અનેક વિષયો પર સામગ્રી મળે છે તથા ભગવાન મહાવીર, ગોશાલ, જમાલિ આદિ અનેક મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓનાં જીવન ઉપર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. અન્ય અંગગ્રન્થોની અપેક્ષાએ અધિક વિશાલકાય અને વિપુલ સામગ્રીયુક્ત હોવાના કારણે વિશેષ પૂજ્યભાવની અભિવ્યક્તિ કરનારું તેનું ભગવતી નામ વધુ પ્રસિદ્ધ છે.'
૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અપરના ભગવતીસૂત્રનું પંદરમું શતક ગોશાલ અને મહાવીરના
સંબંધો ઉપર કેટલાક પ્રકાશ પાડે છે. આ શતકને અક્ષરશઃ ધ્યાનથી વાંચતાં એવો વિચાર આવે છે કે આ પ્રકરણ આ રૂપમાં આગમમાં શોભતું નથી. આ શતક ભગવાન મહાવીરની વીતરાગ વાણી સાથે સમ્બદ્ધ હોવા વિશે પણ મને તો સંદેહ છે. તેમાં જે અશોભનીય રીતે મહાવીર અને ગોશાલના પારસ્પરિક કલહનું વર્ણન કરવામાં આવ્યું છે અને જે રીતની અસંયત ભાષાનો પ્રયોગ થયો છે તેવું અન્ય કોઈ પણ આગમગ્રન્થમાં દેખાતું નથી. આ શતકમાં એક સૌથી મોટો દોષ એ છે કે શતકકારે ભગવાન મહાવીર જેવી મહાન વિભૂતિ ઉપર ચિકિત્સાના બહાને માંસાહારનું કલંક લગાવ્યું છે. આ જાતનું મહાવીરચરિત અન્ય કોઈ આગમમાં વર્ણવાયું નથી. માંસાહારપરક શબ્દોનો શાકાહારપરક અર્થ કરીને આ દોષને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ આનાથી વિચારકના મનનું સંતોષપ્રદ સમાધાન થતું નથી. જે અમુક શબ્દોનો પ્રયોગ આ શતકમાં કરવામાં આવ્યો છે અને જેમનો શાકાહારપરક અર્થ કરવામાં આવે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org