________________
૧૪૨
જૈન ધર્મ-દર્શન છે. આકાશ અન્ય દ્રવ્યોથી અધિક વ્યાપક છે, તેથી આકાશ અન્ય બધાં દ્રવ્યોનો આધાર
કેટલાક દાર્શનિકોએ આકાશને સ્વતંત્ર દ્રવ્ય માન્યું છે, કેટલાકે તેને સ્વતંત્ર દ્રવ્ય માન્યું નથી. જેમણે તેને સ્વતંત્ર દ્રવ્ય માન્યું છે તેમનામાંથી કોઈએ પણ જૈન દર્શનની જેમ લોકાકાશ અને અલોકાકાશરૂપ તેના બે ભેદ નથી કર્યા. પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રના ઇતિહાસમાં રિક્ત આકાશ (Empty Space) છે કે નહિ એ વિષય ઉપર પૂરતો વિવાદ છે, પરંતુ આ જાતના બે અલગ વિભાગો ત્યાં પણ નથી. - સમીક્ષા - આકાશ શું છે? આ અંગે બે મત છે. કેટલાક દાર્શનિકો આકાશને રિક્ત સ્થાન રૂપ અર્થાત્ અભાવાત્મક માને છે જ્યારે કેટલાક દાર્શનિકોની માન્યતા છે કે આકાશ પણ એવું જ ભાવાત્મક તત્ત્વ છે જેવું બીજું કોઈ તત્ત્વ. જૈન દર્શન આકાશને એક અરૂપી અર્થાત્ અમૂર્ત ભાવાત્મક તત્ત્વ (દ્રવ્ય) માને છે. જે દ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલને સ્થાન દે છે તે આકાશ છે. બીજા શબ્દોમાં, આકાશ રૂપી અને અરૂપી અર્થાતુ મૂર્ત અને અમૂર્ત બધાંને સ્થાને આપે છે પરંતુ તે ખુદ અરૂપી છે. આકાશ બધાંનો આધાર છે, તેથી તે સર્વવ્યાપી છે. આકાશના બે વિભાગ છે – લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશમાં જીવ, પુદ્ગલ આદિ બધાં દ્રવ્યો રહે છે. અલોકાકાશમાં જીવ આદિ કોઈની પણ સત્તા નથી. લોકાકાશ અથવા લોક સાત્ત છે, જ્યારે અલોકાકાશ અથવા અલોક અનન્ત છે. આકાશ સ્વપ્રતિક્તિ છે, તેથી તેના માટે કોઈ અન્ય આધારની આવશ્યકતા નથી. અન્ય દ્રવ્યોથી વધુ વ્યાપક હોવાના કારણે આકાશ બધાં દ્રવ્યોનો આધાર છે.
આકાશ કોઈ પણ પદાર્થને કેવી રીતે સ્થાન દે છે? શું જેને સ્થાન પ્રાપ્ત નથી તેને સ્થાન દે છે કે જેને પહેલેથી જ સ્થાન પ્રાપ્ત છે તેને નવું સ્થાન દે છે? પ્રત્યેક પદાર્થ ક્યાંક ને ક્યાંક તો સ્થિત હોય છે જ, તેથી જેને સ્થાન પ્રાપ્ત નથી તેને સ્થાન દેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. જેને પહેલેથી જ સ્થાન પ્રાપ્ત છે તેને જ નવું સ્થાન આપી શકાય છે. આકાશ પણ અનાદિ છે અર્થાતુ હમેશાંથી છે અને બીજા દ્રવ્યો પણ અનાદિ છે અર્થાત્ તેમની સત્તા પણ હમેશાંથી છે. તેમનું યુગપત અસ્તિત્વ હોવા છતાં પણ એકને આધાર માનીને અન્યને આધેય માનવાં ક્યાં સુધી તર્કસંગત છે? યુગપતુ અસ્તિત્વ હોવા છતાં પણ તેમની વચ્ચે શરીર અને હસ્તાદિની જેમ આધારાધેયભાવ માની શકાય છે. આકાશ અન્ય દ્રવ્યો કરતાં વધુ વિસ્તૃત છે, તેથી તે આધાર અને તેમાં રહેનાર અન્ય દ્રવ્યો આધેય મનાયાં છે. જેમ શરીર અને હસ્તાદિમાં આધારાધેયભાવ દેખાય છે તેમ આકાશ અને અન્ય દ્રવ્યોમાં તો આધારાધેયભાવ દેખાતો નથી. બધા જ પદાર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org