________________
તત્ત્વવિચાર
૧૫૩
લવણસમુદ્રમાં ગયેલા છે. આ જ રીતે ઐરાવતક્ષેત્રની દક્ષિણ સીમા પર રહેલા શિખરી પર્વતના બન્ને છેડા પણ લવણસમુદ્રમાં પહોંચે છે. પ્રત્યેક છેડો બે ભાગોમાં વિભક્ત હોવાના કા૨ણે બન્ને પર્વતોના આઠ કિનારા લવણ સમુદ્રમાં ગયેલા છે. પ્રત્યેક કિનારા ઉ૫૨ મનુષ્યોની વસ્તીવાળા સાત સાત સ્થાન છે. આમ કુલ છપ્પન એવાં સ્થાનો છે જે અન્તરદ્વીપ કહેવાય છે.
-
જમ્બુદ્વીપમાં ચૌદ મુખ્ય નદીઓ છે (૧) ગંગા, (૨) સિન્ધુ, (૩) રોહિત, (૪) રોહિતાસ્યા, (૫) હરિત, (૬) હરિકાન્તા, (૭) સીતા, (૮) સીતોદા, (૯) નારી, (૧૦) નરકાન્તા, (૧૧) સુવર્ણકૂલા, (૧૨) રૂપ્યકૂલા, (૧૩) ૨ક્તા અને (૧૪) રક્તોદા. આમાંથી ગંગા અને સિન્ધુ ભરતક્ષેત્રમાં વહે છે. આ રીતે બે બેનાં યુગ્મો બાકીનાં છ ક્ષેત્રો માટે સમજી લેવાં. આ સાત યુગ્મોમાંથી પહેલી સાત નદીઓ પૂર્વમાં અને પછીની સાત નદીઓ પશ્ચિમમાં વહે છે.
ધાતકીખંડમાં મેરુ, વર્ષ અથવા ક્ષેત્ર અને વર્ષધર પર્વતોની સંખ્યા જમ્બુદ્વીપ કરતાં બમણી છે. તેમાં બે મેરુ, ચૌદ વર્ષ (ક્ષેત્ર) અને બાર વર્ષધર પર્વત છે. મેરુ આદિની જે સંખ્યા ધાતકીખંડની છે તે જ સંખ્યા પુષ્કરાર્ધ દ્વીપમાં છે. આમ જમ્બુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરાર્ધ (અડધો પુષ્ક૨વ૨દ્વીપ) • આ અઢી દ્વીપોમાં કુલ પાંચ મેરુ, પાંત્રીસ વર્ષ (ક્ષેત્ર) અને ત્રીસ વર્ષધર પર્વત છે. આ જ મનુષ્યક્ષેત્ર અથવા મનુષ્યલોક છે. પુષ્કરવરદ્વીપના મધ્યમાં માનુષોત્તર નામનો એક પર્વત છે. એ પર્વત પછી મનુષ્યલોકનો અભાવ છે. માનુષોત્તર પર્વત સુધીના ભાગનું નામ મનુષ્યલોક છે અને તે પર્વતનું નામ માનુષોત્તર એટલા માટે પડ્યું કે ત્યાં સુધી મનુષ્યોનું અસ્તિત્વ છે પરંતુ તેનાથી આગળના ક્ષેત્રમાં ન તો કોઈ મનુષ્ય જન્મે છે, ન તો રહે છે કે ન તો મરે છે.
૩
ઊર્ધ્વલોક
-
-
ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવો રહે છે. વૈમાનિક દેવોના બે પ્રકાર છે - કલ્પોપપન્ન અને કલ્પાતીત. કલ્પોપપન્ન દેવો કલ્પ વિમાનોમાં રહે છે. કલ્પાતીત દેવોનાં વિમાનો કલ્પ વિમાનોથી ઉપર હોય છે. કલ્પના સૌધર્મ આદિ બાર અથવા સોળ ભેદો છે.૪
૧. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૯.૩
૨. સર્વાર્થસિદ્ધિ, ૩.૨૦-૨૨
૩. તત્ત્વાર્થસૂત્ર, ૩.૧૨-૧૪.
૪. શ્વેતામ્બર સમ્પ્રદાયમાં બાર કલ્પો મનાયાં છે, જ્યારે દિગમ્બર સમ્પ્રદાયમાં સોળ કલ્પોની માન્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org