________________
જૈન ધર્મ-દર્શન
જૈન દર્શન પદાર્થજગતને આ રીતે દશ્ય અને અદશ્ય એમ બે ભાગોમાં વિભાજિત કરતું નથી. એ વાત સાચી કે કોઈપણ વસ્તુનું જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની સીમાઓથી આબદ્ધ હોય છે પરંતુ તેથી વસ્તુનું વાસ્તવિક રૂપ જ્ઞાત થતું નથી એવી વાત નથી. દેશ, કાલ આદિની મર્યાદાઓમાં રહેવા છતાં પણ પદાર્થના વાસ્તવિક રૂપનું જ્ઞાન થઈ શકે છે. પ્રત્યેક પદાર્થ સ્વભાવતઃ તથા સર્વદા દેશ-કાલસાપેક્ષ હોય છે અર્થાત્ ક્ષેત્ર અને સમયથી સમ્બદ્ધ હોય છે. દેશ-કાલનિરપેક્ષ વસ્તુની કલ્પના નિરાધાર છે. એવી કોઈ વસ્તુ હોઈ શકે જ નહિ. દેશ-કાલસમ્બદ્ધ પદાર્થનું જ્ઞાન વાસ્તવિક જ છે અને તદાધારિત અસ્તિ-નાસ્તિ આદિના રૂપમાં વિચારાભિવ્યક્તિ પણ યથાર્થ જ છે. દેશ, કાલ અને વિચારકોટિઓથી વસ્તુનું વાસ્તિવક સ્વરૂપ આવૃત થતું નથી કે વિકૃત થતું નથી.
અણુ
૧૨૦
ન
પુદ્ગલના મુખ્ય બે ભેદ છે અણુ અને સ્કન્ધ. પુદ્ગલનો તે અન્તિમભાગ જેનો પુનઃ વિભાગ ન થઈ શકે અણુ કહેવાય છે. અણુ એટલો સૂક્ષ્મ હોય છે કે તે જ પોતાનો આદિ, મધ્ય અને અન્ત છે. અણુમાં આ બધાનો કોઈ ભેદ જ નથી હોતો. પુદ્ગલનો સૌથી નાનો ભાગ અણુ છે. તેનાથી નાનો ભાગ હોઈ શકતો નથી. ગ્રીક દાર્શનિક ઝેનોએ એક શંકા કરી હતી કે પુદ્ગલનો અન્તિમ વિભાગ હોઈ શકે જ નહિ. તમે તેનો ગમે તેટલો નાનો ભાગ કરો પરંતુ તે રૂપાદિથી યુક્ત જ હોવાનો, તેથી તેનો પુનઃ વિભાગ થઈ શકે છે. તે વિભાગ પણ તે જ રીતે રૂપાદિ ગુણોથી યુક્ત હશે, તેથી તેનો પણ વળી પાછો વિભાગ થઈ શકશે. આમ અનવસ્થાદોષનો સામનો કરવો પડશે. તેથી એ કહેવું બરાબર નથી કે પુદ્ગલનો સૌથી નાનો ભાગ હોઈ શકે છે. ઝેનોની આ ધારણાનું ખંડન કરતાં એરિસ્ટોટલે ઉત્તર આપ્યો કે ઝેનોની આ ધરણા કે કોઈ પણ ચીજનો અન્તિમ વિભાગ નથી થઈ શકતો ભ્રાન્ત છે. એ સાચું કે કલ્પનાથી કોઈ વસ્તુનો વિભાગ કરતા જઈએ તો તેનો અન્ન ન આવે પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. જ્યારે આપણે કોઈ વસ્તુનો વાસ્તવિક વિભાગ કરીએ છીએ ત્યારે તે વિભાગ ક્યાંક જઈને અવશ્ય અટકી જાય છે. તેનાથી આગળ તેનો વિભાગ થઈ શકતો નથી. કાલ્પનિક વિભાગ અંગે એ કહી શકાય કે તેનો કોઈ અન્ન જ નથી. આ જ સમાધાન જૈન દર્શન વગેરે સમ્મત પરમાણુ માટે પ્રયુક્ત કરી શકાય.
સ્પર્શ આદિ ગુણોનું એક અણુમાં કેટલી માત્રામાં અસ્તિત્વ હોય છે? તેના ઉત્તરમાં
१. अन्तादि अन्तमज्झं अन्तन्तं णेव इन्दिए गेज्झं ।
जं दव्वं अविभागी तं परमाणुं विजाणीहि ॥
Jain Education International
―
તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૨૫.૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org