________________
કર્મસિદ્ધાન્ત
૩૦૭
સંયોગ-વિયોગ, લાભ-હાનિ, મૃત્યુ કે અન્ય સંકટ, ઋતુની તીવ્રતા-મન્દતા, સુકાળ યા દુકાળ, પ્રકૃતિનો પ્રકોપ, રાજ્યકૃત યા અન્યકૃત પ્રકોપ, શત્રુ-મિત્ર, સુપુત્ર-કુપુત્ર આદિ પોતપોતાનાં કારણોથી થાય છે, આપણાં કર્મોથી નહિ. આમાંના કેટલાંક કાર્યો કે ઘટનાઓ પ્રતિ આપણી યત્કિંચિત્ નિમિત્તતા અવશ્ય હોઈ શકે છે પરંતુ તેમનું પ્રમુખ યા મૂળ કારણ તો તેમની અંદર વિદ્યમાન હોય છે, આપણી અંદર નહિ. પુત્ર અથવા અન્ય કોઈ પ્રિયજનની પ્રાપ્તિને આપણે આપણાં શુભ કર્મ અર્થાત્ પુણ્યકર્મનું કાર્ય સમજીએ છીએ તથા તેના મરણને આપણાં અશુભ કર્મ અર્થાત્ પાપકર્મનું ફળ ગણીએ છીએ. પરંતુ આ માન્યતા તર્કસંગત નથી. પિતાના પુણ્યોદયથી પુત્રની ઉત્પત્તિ નથી થતી કે પિતાના પાપોદયથી પુત્રનું મૃત્યુ નથી થતું. પુત્રની ઉત્પત્તિનું અને તેના મરણનું કારણ તો તેના પોતાના કર્મનો ઉદય અને તેના પોતાના કર્મનો ક્ષય છે, પિતાનો પુણ્યોદય અને પાપોદય નથી. હા પુત્રની ઉત્પત્તિ થયા પછી પિતાને, જો તે જીવતા હોય અને મોહનીય કર્મથી યુક્ત હોય તો, હર્ષ થાય અને પુત્રનું મરણ થતાં શોક થાય. આ હર્ષ અને શોકનું મૂળ કારણ પિતાનો પુણ્યોદય અને પાપોદય છે તથા નિમિત્તકારણ પુત્રની ઉત્પત્તિ અને મરણ છે. આ રીતે પિતાનો પુણ્યોદય અને પાપોદય પુત્રની ઉત્પત્તિ અને મરણનું કારણ નથી પરંતુ પુત્રની ઉત્પત્તિ અને મૃત્યુ પિતાના પુણ્યોદય અને પાપોદયનું નિમિત્ત બની શકે છે. આ જ વાત આ જાતની અન્ય ઘટનાઓની બાબતમાં પણ સમજી લેવી જોઈએ. વ્યક્તિના કર્મોદય, કર્મક્ષય, કર્મોપશમ વગેરેની એક સીમા છે અને તે છે તેનું શરીર, મન વગેરે. આ સીમાની બહાર અર્થાત્ મન-વચન-કાયાની પરિધિનું ઉલ્લંઘન કરીને કર્યોદય આદિ થતાં નથી. આ જ કારણ છે કે વસ્તુતઃ સ્વેતર સમસ્ત પદાર્થોની ઉત્પત્તિ આદિ પોતપોતાનાં કારણોથી થાય છે, આપણા કર્મોદય આદિથી નહિ.
આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે. જીવ પુરાણાં કર્મોનો ક્ષય કરતો નવાં કર્મોનું ઉપાર્જન કરતો રહે છે. જ્યાં સુધી જીવનાં પૂર્વોપાર્જિત સઘળાં કર્મોનો ક્ષય ન થાય અને નવાં કર્મોનું આગમન બન્ધ ન થાય ત્યાં સુધી જીવની ભવબન્ધનમાંથી મુક્તિ થતી નથી. એક વાર બધાં કર્મોનો વિનાશ થઈ જાય એટલે પછી પુનઃ કર્મોપાર્જન થતું નથી કેમ કે તે અવસ્થામાં કર્મબન્ધનું કોઈ કારણ વિદ્યમાન રહેતું નથી. આત્માની આ અવસ્થાને મુક્તિ, મોક્ષ, નિર્વાણ અથવા સિદ્ધિ કહે છે.
કર્મબન્ધનાં કારણો
જૈન પરંપરામાં કર્મોપાર્જન અથવા કર્મબન્ધનાં સામાન્યપણે બે કારણો મનાયાં છે યોગ અને કષાય. શરી૨, વાણી અને મનની પ્રવૃત્તિને યોગ કહે છે. ક્રોધાદિ માનસિક આવેગો કષાય છે. આમ તો કષાયના અનેક ભેદો થઈ શકે છે પરંતુ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org