________________
૨૦૮
જૈન ધર્મ-દર્શન
――――――
પદાર્થોને પ્રકાશિત કરવાની સાથે સાથે જ પોતાને પણ પ્રકાશિત કરે છે જ. તેને પ્રકાશિત કરવા માટે કોઈ બીજા દીપકની આવશ્યકતા નથી રહેતી. તે પોતે જ પ્રકાશરૂપ ઉત્પન્ન થઈને જ બીજા પદાર્થોને પ્રકાશિત કરે છે. તેવી જ રીતે જ્ઞાન પણ પ્રકાશરૂપ જ છે જે સ્વની સાથે સાથે જ પ૨ને (અર્થને) પ્રકાશિત કરે છે. તેથી જ્ઞાનને સ્વપરપ્રકાશક કહેવામાં આવેલ છે. જૈન દર્શનમાં નિશ્ચયાત્મક જ્ઞાનને જ પ્રમાણ માનવામાં આવ્યું છે. નિશ્ચયાત્મકનો અર્થ છે સવિકલ્પક. તે જ જ્ઞાન પ્રમાણ હોઈ શકે જે નિશ્ચયાત્મક હોય - વ્યવસાયાત્મક હોય - સવિકલ્પક હોય. ન્યાયબિન્દુમાં બૌદ્ધ તાર્કિક ધમકીર્તિએ નિર્વિકલ્પક જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ કહ્યું છે. ત્યાં તેમણે ‘કલ્પનાપોઢ’૧ શબ્દનો પ્રયોગ કર્યો છે જેનો અર્થ છે કલ્પનાથી અર્થાત્ વિકલ્પથી રહિત. જૈન દર્શન આ સિદ્ધાન્તનું ખંડન કરે છે.તે કહે છે કે જે જ્ઞાન નિર્વિકલ્પક હોય છે તે પ્રમાણ-અપ્રમાણ કંઈ જ હોતું નથી. બીજા શબ્દોમાં, જ્ઞાન નિર્વિકલ્પ હોઈ શકે જ નહિ. જ્ઞાન પણ હોય અને વિકલ્પરૂપ ન હોય એ બની જ કેવી રીતે શકે ? નિર્વિકલ્પક ઉપયોગ તો દર્શનમાત્ર છે, જ્ઞાન નથી. જ્ઞાન તો દર્શન પછી થતો ઉપયોગ છે. આવી સ્થિતિમાં જ્ઞાન નિર્વિકલ્પક કેવી રીતે હોઈ શકે ? પ્રમાણ અને અપ્રમાણનો નિર્ણય તો નિશ્ચયાત્મક ઉપયોગની બાબતમાં જ થાય. એટલે પ્રમાણ કે અપ્રમાણ હોવા માટે નિશ્ચયાત્મક ઉપયોગ આવશ્યક છે. બીજા શબ્દોમાં, પ્રમાણ-અપ્રમાણ હોવાનો પ્રશ્ન નિશ્ચયાત્મક ઉપયોગને અંગે જ ઊઠે છે.
જ્ઞાનનું પ્રામાણ્ય
સમ્યક્ જ્ઞાન જ પ્રમાણ હોય છે, એ આપણે જોઈ ગયા. કયું જ્ઞાન સમ્યક્ હોય છે અને કયું જ્ઞાન મિથ્યા હોય છે ? આનો નિર્ણય કરવાનો બાકી છે. બીજા શબ્દોમાં, જ્ઞાનને જેના કારણે પ્રમાણ કહેવામાં આવે છે તે પ્રામાણ્ય શું છે ? પ્રામાણ્યની કસોટી કઈ છે જેના આધારે આપણે એ નિર્ણય કરી શકીએ કે અમુક જ્ઞાન પ્રમાણ છે અને અમુક જ્ઞાન અપ્રમાણ ? પ્રામાણ્ય અને અપ્રામાણ્યનો નિર્ણય કેવી રીતે થાય ? જૈન તાર્કિક કહે છે કે જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કાં તો સ્વતઃ થાય છે કાં તો પરતઃ.૨ અમુક પરિસ્થિતિમાં જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ નિશ્ચિત થઈ જાય છે. અમુક પરિસ્થિતિમાં પ્રામાણ્યનિશ્ચય કરવા માટે બીજાં સાધનોની મદદ લેવી પડે છે. મીમાંસક સ્વતઃપ્રામાણ્યવાદી છે. નૈયાયિક પરત:પ્રામાણ્યવાદી છે. મીમાંસક કહે છે કે જ્ઞાન
૧. પ્રત્યક્ષ ન્પનાપોમબ્રાન્તમ્। ન્યાયબિન્દુ, ૧.૪.
૨. પ્રામાīનિશ્ચય: સ્વતઃ પરતો વા । પ્રમાણમીમાંસા, ૧.૧.૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org