________________
૩૨ ૧
કર્મસિદ્ધાન્ત કર્મના પ્રદેશ
જીવ પોતાની કાયિક આદિ ક્રિયાઓ દ્વારા જેટલા કર્મપ્રદેશો અર્થાત કર્મપરમાણુઓનો સંગ્રહ કરે છે તે બધા કર્મપ્રદેશો વિવિધ પ્રકારના કર્મોમાં વિભક્ત થઈને આત્મા સાથે બદ્ધ થાય છે. આયુકર્મને સૌથી ઓછો હિસ્સો મળે છે. નામકર્મને તેનાથી થોડો વધુ હિસ્સો મળે છે. ગોત્રકર્મનો હિસ્સો પણ નામકર્મ જેટલો જ હોય છે. તેનાથી કંઈક અધિક હિસ્સો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અત્તરાય આ ત્રણમાંથી દરેક કર્મને પ્રાપ્ત થાય છે. આ ત્રણે કર્મોના હિસ્સાઓ સરખા રહે છે. તેનાથી પણ અધિક હિસ્સો મોહનીય કર્મને મળે છે. સૌથી વધુ હિસ્સો વેદનીય કર્મને મળે છે. આ પ્રદેશોનું વળી ઉત્તરપ્રવૃતિઓમાં અર્થાત્ ઉત્તરભેદોમાં વિભાજન થાય છે. પ્રત્યેક પ્રકારના બદ્ધ કર્મના પ્રદેશોની ન્યૂનતા-અધિકતાનો આ જ આધાર છે. પુણ્ય અને પાપ
જૈન કર્મવાદ અનુસાર જગતનું પ્રત્યેક કાર્ય કર્મજન્ય નથી હોતું. તેવી જ રીતે જગતની પ્રત્યેક ઘટના કર્મના કારણે નથી બનતી. જગતમાં થનારાં કાર્યો અને ઘટનાઓનાં વિવિધ કારણો હોય છે. કેટલીક ઘટનાઓ પૌદ્ગલિક હોય છે, કેટલીક કાલજન્ય હોય છે, કેટલીક સ્વાભાવિક હોય છે, કેટલીક આકસ્મિક યા સંયોગવશ હોય છે, અને કેટલીક વૈયક્તિક અથવા સામાજિક પ્રયત્નજન્ય હોય છે. જૈન કર્મવાદ વિશુદ્ધ વ્યક્તિવાદી છે. જેવી રીતે જૈન તત્ત્વવાદ આત્માને સ્વદેહપરિમાણ માને છે તેવી જ રીતે જૈન કર્મવાદ કર્મને સ્વશરીરપ્રમાણ માની તેને વ્યક્તિ સુધી જ સીમિત રાખે છે. જેમ જીવ પોતાના શરીરમાં બદ્ધ રહીને જ પોતાનું કાર્ય કરે છે તેવી જ રીતે કર્મ પણ પોતાના શરીરની સીમામાં રહીને જ પોતાનું કાર્ય કરે છે. જેમ આત્મા સર્વવ્યાપક નથી તેમ જ કર્મ પણ સર્વવ્યાપક નથી. આત્મા અને કર્મનાં કાર્યો અથવા ગુણો દેહ સુધી જ સીમિત હોવાથી તેમના આધારભૂત આત્મા અને કર્મ પણ સ્વદેહ સુધી જ પરિમિત છે. વસ્તુતઃ આત્મા અને કર્મ(નોકર્મસહિત)ના મિશ્રિત રૂપનું નામ જ દેહ છે. જૈન કર્મવાદી નિયાયિકની જેમ કાર્યમાત્ર પ્રતિ કર્મને કારણ માનવાના પક્ષમાં નથી.જૈન કર્મવાદથી વિપરીત નૈયાયિક ઈશ્વર અને કર્મને કાર્યમાત્ર પ્રતિ સાધારણ કારણ માને છે.
કર્મ બે પ્રકારનાં હોય છે – શુભ અને અશુભ. શુભ કર્મનું બીજું નામ પુણ્ય છે અને અશુભ કર્મનું બીજું નામ પાપ છે. આમ પુણ્ય અને પાપ શુભ અને અશુભ કર્મો સિવાય બીજું કંઈ જ નથી. શુભ અને અશુભ આ બન્ને પ્રકારનાં કર્મોનો સંબંધ જીવના શરીર (સચેતન) સાથે હોવાથી પુણ્ય.અને પાપ એ બન્નેનો સંબંધ પણ તે જ શરીર સાથે જ છે. જ્યારે કહેવામાં આવે છે કે અમુક વ્યક્તિ પુણ્યવાન છે ત્યારે જૈન કર્મવાદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org