________________
સાપેક્ષવાદ
૨૪૫ ન વ્યાકૃત કહેતા. કોઈ પણ પ્રકારનું વિશેષણ આપવામાં તેમને ભય લાગતો હતો. બીજા શબ્દોમાં, તે સંશયવાદી હતા. કોઈ પણ વિષયમાં પોતાનો નિશ્ચિત મત પ્રગટ કરતા ન હતા. પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રમાં હ્યુમનું જે સ્થાન છે, પ્રાયઃ તે જ સ્થાન ભારતીય દર્શનશાસ્ત્રમાં સંજયબેલદ્ધિપુત્તનું છે. હ્યુમ પણ એ જ માનતા હતા કે આપણું જ્ઞાન નિશ્ચિત નથી, તેથી આપણે આપણા જ્ઞાન દ્વારા કોઈ અન્તિમ તત્ત્વનો નિર્ણય કરી શકતા નથી. સીમિત અવસ્થામાં રહેતા આપણા માટે સીમા બહારના તત્ત્વનો નિર્ણય કરવો આપણા સામર્થ્યની બહાર છે. સંજયે જે પ્રશ્નો અંગે વિક્ષેપવાદી વૃત્તિનો પરિચય આપ્યો તેમાંના કેટલાક પ્રશ્નો આ છે –
૧. પરલોક છે?
પરલોક નથી ? પરલોક છે અને નથી?
પરલોક ન છે અને ન નથી? ૨. ઔપયાતિક છે?
ઔપયાતિક નથી? ઔપયાતિક છે અને નથી?
ઔપયાતિક ન છે અને ન નથી? ૩. સુકૃત-દુષ્કૃત કર્મનું ફળ છે?
સુકૃત-દુષ્કૃત કર્મનું ફળ નથી? સુકૃત-દુષ્કૃત કર્મનું ફળ છે અને નથી?
સુકૃત-દુષ્કૃત કર્મનું ફળ ન છે અને ન નથી? ૪. મરણાનત્તર તથાગત છે?
મરણાનત્તર તથાગત નથી? મરણાનત્તર તથાગત છે અને નથી?
મરણાનત્તર તથાગત ન છે અને ન નથી? સ્યાદ્વાદ અને સંજયના સંશયવાદમાં એ જ અત્તર છે કે સાદ્વાદ નિશ્ચયાત્મક છે જ્યારે સંજયનો સંશયવાદ અનિશ્ચયાત્મક છે. મહાવીર પ્રત્યેક પક્ષનો અપેક્ષાભેદથી નિશ્ચિત ઉત્તર આપે છે. તે ન તો બુદ્ધની જેમ અવ્યાકૃત કહીને ઉત્તર દેવાનું ટાળે છે કે ન તો સંજયની જેમ અનિશ્ચયનું બહાનું કાઢે છે. જે લોકો સ્યાદ્વાદને સંજયબેલદિ
૧. દીઘનિકાય, સામગ્ગફલસુત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org