________________
જ્ઞાનમીમાંસા
'- ૨ ૧ ૧
સૂર્યપ્રકાશથી અન્ધકારનો સર્વનાશ થઈ જાય છે તેમ પ્રમાણથી અજ્ઞાનનો વિનાશ થાય છે. આ સાધારણ ફળ છે. આ અજ્ઞાનનાશનું કોના માટે કયું ફળ છે એ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે કે જેને કેવળજ્ઞાન થાય છે તેના માટે અજ્ઞાનનાશનું એ જ ફલ છે કે તેને આત્મસુખ પ્રાપ્ત થાય છે અને જગતના વિષયો તરફ તેનો ઉપેક્ષાભાવ રહે છે. બીજા લોકો માટે અજ્ઞાનનાશનું ફળ પ્રહણબુદ્ધિ અને ત્યાગબુદ્ધિ ઉત્પન્ન થાય છે અર્થાત્ તેઓ ગ્રાહ્ય અને ત્યાજ્યનો વિવેક કરવાની બુદ્ધિ પામે છે. અમુક વસ્તુ નિર્દોષ છે તેથી તેનું ગ્રહણ કરવું જોઈએ. અમુક વસ્તુ સદોષ છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રકારનો વિવેક અજ્ઞાનના નાશથી જાગે છે. આ વિવેક સત્કાર્યમાં પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે છે અને દુષ્કાર્યમાંથી નિવૃત્ત થવાને પ્રેરે છે. પ્રમાણનું આ ફળ જ્ઞાનથી ભિન્ન નથી. પૂર્વકાલભાવી જ્ઞાન ઉત્તરકાલભાવી જ્ઞાન માટે પ્રમાણ છે અને ઉત્તરકાલભાવી જ્ઞાન પૂર્વકાલભાવી જ્ઞાન માટે ફલ છે. આ પરંપરા ઉત્તરોત્તર આગળ વધતી જાય છે. પ્રમાણના ભેદો - જ્ઞાનનું વિવેચન કરતી વખતે આપણે જોઈ ગયા કે જૈન દર્શન મુખ્યપણે જ્ઞાનના બે ભેદ સ્વીકારે છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ સીધું જ આત્માથી ઉત્પન્ન થનારું જ્ઞાન છે અને પરોક્ષ ઈન્દ્રિય વગેરે કારણોની સહાયતાથી ઉત્પન્ન થનારું જ્ઞાન છે. જૈન તાર્કિકોએ આ જ આધારે પ્રમાણના પણ બે ભેદ કર્યા છે – પ્રત્યક્ષ અને પરોક્ષ'. બૌદ્ધોએ પ્રમાણના જે બે ભેદ કર્યા છે તેમનાથી ભેદો ભિન્ન છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદો ન કરીને બૌદ્ધ તાર્કિકોએ પ્રત્યક્ષ અને અનુમાન એવા બે ભેદો કર્યા છે. જૈન દર્શન અનુસાર અનુમાન તો પરોક્ષનો એક પેટા ભેદ છે. તેથી બૌદ્ધ દર્શનનું પ્રમાણવિભાજન અપૂર્ણ છે. ચાર્વાક દર્શન તો એક માત્ર ઇન્દ્રિયપ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. આ ચાર્વાક માન્યતાનું ખંડન કરતાં કહેવામાં આવ્યું છે કે કેવળ ઇન્દ્રિયપ્રત્યક્ષના આધાર પર આપણું જ્ઞાન પૂર્ણ બની શકતું નથી. વળી, આ જ્ઞાન પ્રમાણ છે, આ જ્ઞાન અપ્રમાણ છે' એ વ્યવસ્થા અનુમાનના અભાવમાં થઈ શકતી નથી. અમુક વ્યક્તિ અમુક પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે, અમુક પ્રકારની ચેષ્ટાઓ કરે છે, તેથી તેના મનમાં અત્યારે આ ભાવના મનોવૃત્તિ) છે' આ જાતનું બીજાની મનોવૃત્તિનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા સંભવતું નથી પણ અનુમાન દ્વારા સંભવે છે. “પ્રત્યક્ષ જ પ્રમાણ
૧. પ્રમ દ્વિધા પ્રત્યક્ષ પરોક્ષ ૨ા પ્રમાણમીમાંસા, ૧.૧.૯-૧૦. ૨. પ્રત્યક્ષમનુમાન ચા ન્યાયબિન્દુ, ૧.૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org