________________
૨૧૨
જૈન ધર્મ-દર્શન
છે, અનુમાનાદિ પરોક્ષ પ્રમાણો છે જ નહિ' આ જાતનો નિષેધ પણ પ્રત્યક્ષના આધારે કરી શકાતો નથી. આમ અનુમાન વિના ન તો કોઈ વ્યવસ્થા થઈ શકે છે, ન તો બીજાની મનોવૃત્તિ જાણી શકાય છે, ન તો સ્વપક્ષની સિદ્ધિ અને ૫૨૫ક્ષનો નિષેધ કરી શકાય છે. આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને જૈન દાર્શનિક અનુમાન વગેરેરૂપ પરોક્ષ પ્રમાણને પણ સ્વીકારે છે તથા જે લોકો કેવળ ઇન્દ્રિયપ્રત્યક્ષને જ પ્રમાણ માને છે તેમની માન્યતાનું ખંડન કરે છે.
૧
જે જ્ઞાન યથાર્થ હોય છે અર્થાત્ અર્થને અનુકૂળ હોય છે - અર્થની સાથે મેળ ખાતું હોય છે તે જ જ્ઞાન પ્રમાણ મનાય છે. પ્રત્યક્ષ, અનુમાન વગેરે બધાંની બાબતમાં આ સિદ્ધાન્ત સમાનપણે લાગુ પડે છે. દ્વિચન્દ્રજ્ઞાન પ્રત્યક્ષ હોવા છતાં પણ પ્રમાણ નથી કેમ કે તે જ્ઞાન યથાર્થ નથી. તેનો વિષય ચંદ્ર તો એક છે પરંતુ જ્ઞાનમાં બે ચન્દ્રોનો પ્રતિભાસ થાય છે. જ્ઞાન અને અર્થમાં અહીં અનુકૂળતા (સંવાદ, મેળ) નથી. તેથી તે જ્ઞાન મિથ્યા છે, અપ્રમાણ છે. તેવી જ રીતે અનુમાન આદિથી જન્ય જ્ઞાન પણ મિથ્યા હોઈ શકે છે. જેમ એક પ્રત્યક્ષજ્ઞાન મિથ્યા હોવાથી બધાં જ પ્રત્યક્ષજ્ઞાનો મિથ્યા બની જતાં નથી તેમ અનુમાન આદિની બાબતમાં એક જગ્યાએ વ્યભિચાર હોવાથી બધાં જ્ઞાનો વ્યભિચારી બની જતાં નથી. પ્રત્યક્ષની જેમ અર્થાનુકૂલ (અર્થાવિસંવાદી) ઉત્પન્ન થવાથી અનુમાન આદિ પણ અવ્યભિચારી છે, પ્રમાણ છે. જો ક્યાંક ક્યાંક પ્રત્યક્ષમાં દોષ કે વ્યભિચાર આવી શકે છે તો અનુમાન આદિમાં પણ તેવી સંભાવના હોઈ શકે છે. આવી સ્થિતિમાં એકને પ્રમાણ માનવું અને બીજાને અપ્રમાણ માનવું - - અર્થાત્ પ્રત્યક્ષને પ્રમાણ માનવું અને અનુમાન આદિને અપ્રમાણ માનવાં · તર્કસંગત નહિ ગણાય. જે યથાર્થતા(અવિસંવાદ)ના કારણે પ્રત્યક્ષમાં પ્રમાણતાની સ્થાપના કરાય છે તે જ યથાર્થતાને દૃષ્ટિમાં રાખી અનુમાન આદિને પણ પ્રમાણ કહેવાં જોઈએ, પ્રમાણ તરીકે સ્વીકારવાં જોઈએ.
――
------
-
વૈશેષિક અને સાંખ્ય ત્રણ પ્રમાણો માને છે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. નૈયાયિકો ચાર પ્રમાણો સ્વીકારે છે પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન, પ્રાભાકરો પાંચ પ્રમાણો માને છે પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થાપત્તિ. ભાટ્ટો એનાથી આગળ વધી છ પ્રમાણો સ્વીકારે છે - પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ. જૈન દર્શને સ્વીકારેલાં બે પ્રમાણો પ્રત્યક્ષ અને પરોક્ષમાં બધાં પ્રમાણો સમાવેશ પામે છે. બીજાં દર્શનોની જેમ જૈન દર્શન પણ પ્રત્યક્ષને પ્રમાણ માને છે. અનુમાન તો જૈન દર્શને સ્વીકારેલા પરોક્ષપ્રમાણનો એક
૧. વ્યવસ્થાન્વીનિષેધાનાં સિદ્ધે પ્રત્યક્ષેતપ્રમાઽસિદ્ધિઃ । પ્રમાણમીમાંસા, ૧.૧.૧૧
Jain Education International
―
-
---
For Private & Personal Use Only
www.jainelibrary.org