________________
૨ ૧૦
જૈન ધર્મ-દર્શન પણ પ્રત્યક્ષ થાય છે. આ બધી ચીજોને જોઈને એ નિશ્ચય થઈ જાય છે કે મારું દીપકવિષયક જ્ઞાન સાચું છે અને મણિવિષયક જ્ઞાન ખોટું. દીપકવિષયક જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય થાય છે અને મણિવિષયક જ્ઞાનના અપ્રામાણ્યનો. આ નિશ્ચયના માટે દિવેટ, તેલ, આદિનો આધાર લેવો પડ્યો. બીજું ઉદાહરણ લો. એક જગાએ સફેદ ઢગલો પડ્યો છે. આપણને એવી પ્રતીતિ થાય છે કે તે ખાંડ છે, પરંતુ એનો નિશ્ચય કેવી રીતે થાય કે તે ખાંડ જ છે. તેમાંથી થોડીક માત્રા લઈ મોંમાં મૂકી. જીભને ગળ્યો સ્વાદ અનુભવાયો. તરત જ નિશ્ચય થઈ ગયો કે તે ખાંડ છે. આ નિર્ણય માટે પદાર્થના કાર્ય યા પરિણામની પ્રતીક્ષા કરવી પડી. સ્વતઃ નિર્ણય ન થયો. જો તે જ ઢગલો પહેલાં દેખ્યો હોત તો અત્યારે તરત જ નિર્ણય થઈ જાત કે આ ઢગલો ખાંડનો છે. આ અવસ્થામાં થનારા જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ નિર્ણત થઈ જાય છે. આગળના પરિણામની પ્રતીક્ષા કર્યા પછી થનારો પ્રામાયનિશ્ચય પરત:પ્રામાણ્યવાદ અન્તર્ગત છે. જૈન દર્શન સ્વત:પ્રામાણ્યવાદ અને પરતઃપ્રામાણ્યવાદ બન્નેનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ સમર્થન કરે છે. અભ્યાસાવસ્થા આદિમાં જ્ઞાનના પ્રામાયનો નિશ્ચય સ્વતઃ થાય છે. અનભ્યાસદશામાં જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય પરતઃ થાય છે. અભ્યાસદશાની દૃષ્ટિએ સ્વત:પ્રામાણ્યવાદ સાચો છે અને અનભ્યાસદશાની દષ્ટિએ પરત:પ્રામાણ્યવાદ સાચો
પ્રમાણનું ફળ
પ્રમાણના ભેદ-પ્રભેદની ચર્ચા કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે પ્રમાણનું ફળ શું છે? પ્રમાણની ચર્ચા શા માટે કરવી ? પ્રમાણચર્ચાથી શું લાભ છે ? પ્રમાણનું પ્રયોજન શું છે? પ્રમાણનું મુખ્ય પ્રયોજન અર્થપ્રકાશ છે. અર્થનું સ્વરૂપ બરાબર સમજવા માટે પ્રમાણનું જ્ઞાન જરૂરી છે. પ્રમાણ-અપ્રમાણના વિવેક વિના અર્થના યથાર્થ-અયથાર્થ સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી. આ જ વાતને બીજી રીતે આ પ્રમાણે કહી શકાય – પ્રમાણનું સાક્ષાત્ ફળ અજ્ઞાનનો નાશ છે. કેવલજ્ઞાનનું ફળ સુખ અને ઉપેક્ષા છે. બાકીના જ્ઞાનોનું ફળ પ્રહણબુદ્ધિ અને ત્યાગબુદ્ધિ છે. સામાન્ય દૃષ્ટિએ પ્રમાણનું ફળ એ જ છે કે પ્રમાણ ઉત્પન્ન થતાં અજ્ઞાન રહી શકતું નથી. જેમ
૧. 7મર્થપ્રકાશ એજન, ૧.૧.૩૪. ૨. માહ્ય સં સાક્ષ અજ્ઞાનવિનિવર્તનમાં.
વર્તશે સુવે શેષસ્થાનાંધી : ન્યાયાવતાર, ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org