________________
તત્ત્વવિચાર ગાય અને વાઘ વચ્ચે જન્મજાત વિરોધ છે બરાબર તેવી જ રીતે બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચે સ્વાભાવિક વિરોધ છે. આચાર્ય હેમચન્દ્ર પણ પોતાના ગ્રન્થમાં આ વાતનું સમર્થન કરે છે. આ ઉદાહરણોને રજૂ કરવાનો અર્થ એ નથી કે બ્રાહ્મણ અને શ્રમણ સમાજમાં એક સાથે રહી શકતા નથી. તેનો અભિપ્રાય કેવળ એટલો જ છે કે જીવનના આ બે પક્ષ એકબીજાના વિરોધી છે. જીવનની આ બે વૃત્તિઓ વિરોધી આચાર અને વિચારને પ્રગટ કરે છે. આ બે ધારાઓ માનવજીવનની અંદર રહેલી બે ભિન્ન સ્વભાવવાળી વૃત્તિઓની પ્રતીક માત્ર છે.
બ્રાહ્મણ પરંપરાનું ઉપલબ્ધ માન્ય સાહિત્ય વેદ છે. વેદથી અમારો અભિપ્રાય તે ભાગથી છે જે મંત્રપ્રધાન સંહિતા છે. આ પરંપરા મૂળમાં “બ્રહ્મનુંની આસપાસ શરૂ થઈને વિકસી છે, એવું જણાય છે. “બ્રહ્મ”શબ્દના અનેક અર્થ થાય છે. અહીં આપણે કેવળ બે જ અર્થોને સમજવા પ્રયત્ન કરીશું. પહેલો અર્થ છે સ્તુતિ કે પ્રાર્થના અને બીજો અર્થ છે યજ્ઞયાગાદિ કર્મ. વૈદિક મન્ત્રો અને સૂક્તોની સહાયતાથી જે વિવિધ જાતની પ્રાર્થનાઓ અને સ્તુતિઓ કરવામાં આવે છે તેને “બ્રહ્મ” કહે છે. વૈદિક મન્ટો દ્વારા કરવામાં આવતા યજ્ઞયાગાદિ કર્મ પણ “બ્રહ્મનું” કહેવાય છે. તે મન્ત્રો અને સૂક્તોનો પાઠ કરનારો અને યજ્ઞયાગાદિ કર્મ કરાવનારો પુરોહિત “બ્રાહ્મણ” કહેવાય છે.
આ પરંપરા માટે “શર્મનું' શબ્દનો પ્રયોગ પણ થાય છે. આ શબ્દ “શું' ધાતુથી બને છે. આ ધાતુનો અર્થ છે હિંસા કરવી. અહીં પ્રશ્ન થાય છે કે “શર્મ–”નો અર્થ હિંસા કરનારો એ તો બરાબર છે, પરંતુ કોની હિંસા? આ પ્રશ્નનો ઉત્તર– “કૃતિ અશુભમ્' અર્થાત્ જે અશુભની હિંસા કરે તે “શર્મ” આ વ્યુત્પત્તિમાંથી મળે છે. જ્યાં સુધી અશુભની હિંસાનો પ્રશ્ન છે ત્યાં સુધી તો બરાબર છે, પરંતુ અશુભ શું છે? – આ પ્રશ્નનો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી તો વૈદિક પરંપરામાં મનુષ્યના બાહ્ય સ્વાર્થમાં બાધક પ્રત્યેક ચીજ અશુભ બની જાય છે. યાજ્ઞિક હિંસાનું સમર્થન આ જ આધાર પર થયું છે. “હિં સર્વભૂતાનિ' કહીને વૈવિઠ્ઠી હિંસા હિંસા ન મવતિ' ની ઘોષણાનો આધાર મનુષ્યનો ભૌતિક સ્વાર્થ જ છે. યજ્ઞનો અર્થ ઉત્સર્ગ યા ત્યાગ છે એ તો ઠીક, પરંતુ ઉત્સર્ગ શેનો ? અહીં વળી વૈદિક પરંપરા એ જ આદર્શ સામે રાખે છે.ત્યાગ અને ઉત્સર્ગના નામે બીજા પ્રાણીઓને સામે મૂકી દે છે તથા ભોગ અને આનન્દના નામે મનુષ્ય ખુદ સામે આવી ખડો થઈ જાય છે. પોતાના સુખને માટે બીજાની આહુતિ આપવી, આ જ એ પરંપરાનો આદર્શ છે.
૧. મહાભાષ્ય, ૨.૪.૯. ૨. સિદ્ધહેમ, ૩.૧.૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org