________________
જૈન ધર્મ-દર્શન જ્યાં સુધી તે પોતાને ખુદને પૂર્ણ ન બનાવે ત્યાં સુધી તેનો નિર્ણય હમેશાં અધૂરો રહેશે, સાપેક્ષ રહેશે, સીમિત રહેશે. પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વિના તેનો જે નિર્ણય હોય તે સત્ય હોઈ શકે છે. ઈતિહાસનો આધાર બાહ્ય સામગ્રી છે. જેટલી સામગ્રી ઉપલબ્ધ થશે તેટલા જ પ્રમાણમાં તેનો નિર્ણય સત્ય યા અસત્ય બનશે. વર્તમાન સમયનો ઇતિહાસ એ વાતનો દાવો નથી કરી શકતો કે તેની સામગ્રી પૂર્ણ છે.
સત્ય એ છે કે પોતપોતાની રીતે સ્વતન્નરૂપમાં બન્ને ધારાઓ અનાદિ છે. ન તો બ્રાહ્મણ પરંપરા અધિક પ્રાચીન છે કે ન તો શ્રમણ પરંપરા, બન્ને સદૈવ સાથે સાથે ચાલી છે અને સાથે સાથે ચાલતી રહેશે. આ બન્ને પરંપરાઓ ઐતિહાસિક પરંપરાઓ નથી પરંતુ માનવજીવનની બે ધારાઓ છે. આ બે ધારાઓનો આધાર બે સંપ્રદાયવિશષો નથી પરંતુ સંપૂર્ણ માનવજાતિ છે. માનવ ખુદ આ બે ધારાઓનો સ્રોત છે. બીજા શબ્દોમાં, આ બન્ને ધારાઓ મનોવૈજ્ઞાનિક સત્ય પર અવલંબિત છે. માનવનો સ્વાભાવિક પ્રવાહ જ એવો છે કે તે આ બે ધારાઓમાં પ્રવાહિત થાય છે. કયારેક તે એક ધારાને અધિક મહત્ત્વ દે છે તો ક્યારેક બીજીને. સત્તારૂપે બન્ને ધારાઓ તેનામાં 'હમેશાં મોજૂદ હોય છે. જ્યાં સુધી તે માનવતાના સ્તર પર રહે છે, તેનાથી સર્વથા ઉપર નથી ઊઠતો કે નીચે નથી પડતો, ત્યાં સુધી તે આ બન્ને ધારાઓમાં પ્રવાહિત થતો જ રહે છે. બ્રાહ્મણ સંસ્કૃતિ યા વૈદિક સંસ્કૃતિ આ બન્ને ધારાઓમાંથી એકની પ્રતીક છે. શ્રમણ સંસ્કૃતિ કે સંત સંસ્કૃતિ બીજી ધારા ઉપર ભાર દે છે. એક સમય એવો આવે છે જયારે પહેલી ધારાનો માનવસમાજ ઉપર અધિક પ્રભાવ રહે છે. બીજો સમય એવો હોય છે જયારે બીજી ધારા વિશેષ પ્રભાવશાળી હોય છે. આ પરંપરાનો ન તો ક્યારેય પ્રારંભ થયો છે અને ન તો ક્યારેય તેનો અંત થવાનો છે. આ પ્રવાહ અનાદિ છે, અનન્ત છે. બન્ને ધારાઓ આ પ્રવાહમાં જ રહી છે, આજ પણ છે અને અને ભવિષ્યમાં પણ રહેશે. તેમના ઉપર ન તો કાળનો કોઈ વિશેષ પ્રભાવ છે, ન તો વિકાસની કોઈ ખાસ અસર. કાલ અને વિકાસ તેમનાં જ બે રૂપ છે. બ્રાહ્મણ સંસ્કૃતિ
બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓમાં એટલું જ અંતર છે જેટલું ભોગ અને ત્યાગ, હિંસા અને અહિંસા, શોષણ અને પોષણ, અન્ધકાર અને પ્રકાશમાં અંતર છે. એક ધારા માનવજીવનના બાહ્ય સ્વાર્થનું પોષણ કરે છે તો બીજી ધારા આત્મિક વિકાસને બળ પૂરું પાડે છે. એકનો આધાર વૈષમ્ય છે તો બીજીનો આધાર સામ્ય છે. આમ વૈષમ્યમૂલક બ્રાહ્મણ અને સામ્યમૂલક શ્રમણ પરંપરાઓ વચ્ચે એટલો બધો વિરોધ છે કે મહાભાષ્યકાર પતંજલિએ અહિ-નકુલ અને ગો-વ્યાધ્ર જેવા શાશ્વત વિરોધવાળાં દષ્ટાન્તોમાં બ્રાહ્મણ-શ્રમણને પણ સ્થાન આપ્યું. જેમ સાપ અને નોળિયા વચ્ચે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org