________________
૨૪૮
જૈન ધર્મ-દર્શન ૪. એક અંશ (દશ) સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બીજો અંશ અસદુભાવ
પર્યાયોથી આદિષ્ટ છે, તેથી દ્વિદેશી સ્કન્ધ આત્મા છે અને આત્મા નથી. ૫. એક દેશ સદ્દભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ ઉભયપર્યાયોથી આદિષ્ટ
છે, તેથી હિંપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને અવક્તવ્ય છે. ૬. એક દેશ અભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બીજો દેશ તદુભયપર્યાયોથી
આદિષ્ટ છે, તેથી ઢિપ્રદેશી સ્કન્ધ આત્મા નથી અને અવક્તવ્ય છે. ત્રિપ્રદેશી સ્કન્ધના અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં નીચે મુજબ ઉત્તર મળ્યો૧. ત્રિપ્રદેશી સ્કન્ધ યાત્ આત્મા છે. ૨. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત આત્મા નથી. ૩. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્માત અવક્તવ્ય છે. ૪. ત્રિપ્રદેશી સ્કન્ધ યાત્ આત્મા છે અને આત્મા નથી. ૫. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા છે અને (બે) આત્માઓ નથી. ૬. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત્ (બે) આત્માઓ છે અને આત્મા નથી. ૭. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત આત્મા છે અને અવક્તવ્ય છે. ૮. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા છે અને (બે) આત્માઓ અવક્તવ્ય છે. ૯. ત્રિપ્રદેશી સ્કન્ધ યાત્ (બ) આત્માઓ છે અને અવક્તવ્ય છે. ૧૦. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત આત્મા નથી અને અવક્તવ્ય છે. ૧૧. ત્રિપ્રદેશી સ્કન્ધ ચાતુ આત્મા નથી અને (બે) અવક્તવ્ય છે. ૧૨. ત્રિપ્રદેશ અન્ય સ્યાત્ (બે) આત્માઓ નથી અને અવક્તવ્ય છે. ૧૩. ત્રિપ્રદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા છે, સ્યાત્ આત્મા નથી અને અવક્તવ્ય છે.
એવું કેમ? ૧. ત્રિપ્રદેશી સ્કન્ધ આત્માના આદેશથી આત્મા છે. ૨. ત્રિપ્રદેશી સ્કન્ધ પરના આદેશથી આત્મા નથી. ૩. ત્રિપ્રદેશી સ્કન્ધ તદુભયના આદેશથી અવક્તવ્ય છે. ૪. એક દેશ સદ્ભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ અસદૂભાવપર્યાયોથી
આદિષ્ટ છે, તેથી ત્રિપ્રદેશી સ્કન્ધ આત્મા છે અને આત્મા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org