________________
૧૬o
જૈન ધર્મ-દર્શન જન્મ લેવો પડે છે.' તીર્થકર
“તીર્થ'ની સ્થાપના કરનારને તીર્થકર કહે છે. તીર્થની અંદર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકારના વતીઓનો સમાવેશ થાય છે. માનવજીવનની આ ચાર અવસ્થાઓ મોક્ષની પ્રાપ્તિમાં સહાયક થાય છે અર્થાત્ તેમનાથી જે તીર્થ બને છે તે મુક્તિ ભણી લઈ જાય છે. તીર્થકર સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે તથા બધી જાતના દોષોથી રહિત હોય છે. તે તીર્થ અર્થાત્ ધર્મસંઘની સ્થાપના કરે છે તથા ધર્મોપદેશ આપે છે.
તીર્થંકર પોતાની માતાના ગર્ભમાં જે દિવસે પ્રવેશે છે તે રાતે તેમની માતાને ચૌદ સ્વપ્નો આવે છે. તે ચૌદ સ્વપ્નોમાં માતા ચૌદ વસ્તુઓ દેખે છે – (૧) સફેદ હાથી, (૨) સુલક્ષણો ઉજળો સાંઢ, (૩) સુંદર સિંહ, (૪) શુભ અભિષેક, (૫) મનમોહિની માલા, (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) સુન્દર પતાકા, (૯) શુદ્ધ જળથી પૂર્ણ તથા કમળના ગુચ્છાઓથી શોભતો કલશ, (૧૦) કમળોથી સુશોભિત સરોવર, (૧૧) ક્ષીરસાગર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ અને (૧૪) અગ્નિશિખા.
તીર્થકર ૩૪ પ્રકારના અતિશયોથી અર્થાત્ અલૌકિક વિશેષતાઓથી યુક્ત હોય છે. તે નીચે મુજબ છે – (૧) માથાના વાળ, દાઢી, મૂછ, રોમ અને નખોનું મર્યાદાથી અધિક ન વધવું, (૨) શરીરને સ્વસ્થ અને નિર્મળ રહેવું, (૩) લોહી અને માંસ ગાયના દૂધ જેવાં સફેદ હોવાં, (૪) પદ્મગબ્ધ સમાન શ્વાસોચ્છવાસનું સુગન્ધિત હોવું, (૫) આહાર અને શૌચ ક્રિયાનું પ્રચ્છન્ન હોવું, (૬) તીર્થંકર દેવની આગળ આકાશમાં ધર્મચક્રનું રહેવું, (૭) તીર્થંકરદેવની ઉપર ત્રણ છત્રોનું હોવું, (૮) બન્ને બાજુ શ્રેષ્ઠ ચામરનું રહેવું, (૯) આકાશ સમાન સ્વચ્છ સ્ફટિકમણિનું બનેલુંપાદપીઠવાળું સિંહાસન હોવું, (૧૦) તીર્થંકરદેવની આગળ આકાશમાં ઈન્દ્રધ્વજનું ચાલવું, (૧૧) જ્યાં જ્યાં તીર્થંકરદેવ ઊભા રહે કે બેસે ત્યાં તે જ ક્ષણે પત્ર, પુષ્પ અને પલ્લવથી સુશોભિત, છત્ર, ધ્વજ, ઘંટ અને પતાકા સહિત અશોકવૃક્ષનું ઉત્પન્ન થવું, (૧૨) કંઈક પાછળ મુકુટના સ્થાન ઉપર તેજોમંડળનું હોવું તથા અન્ધકાર થતાં દસે દિશાઓમાં પ્રકાશ થવો, (૧૩) જ્યાં જયાં તીર્થંકરદેવ જાય ત્યાનો ભૂભાગ સમતલ થઈ જવો,
9. Sacred Books of the East, Vol. xxii, p. 195 fn. etc. ૨. કલ્પસૂત્ર, સૂત્રપ. ૩. સમવાયાંગ, સમવાય ૩૪.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org