________________
૧પ૯
નન્દાવર્ત
તત્ત્વવિચાર (૧૮) અરનાથ (૧૯) મલ્લિનાથ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિનાથ (૨૨) અરિષ્ટનેમિ (નેમિનાથ) (૨૩) પાર્શ્વનાથ (૨૪) મહાવીર (વર્ધમાન)
યક્ષેન્દ્ર ફૂબર વરુણ ભૂકુટી ગોમેધ
ધરણી વૈરોચ્યા અચ્છમાં ગાન્ધારી
કલશ કાચબો નીલકમલ
અમ્બા
શંખ
વામન
પદ્માવતી સિદ્ધાયિકા
સર્પ સિંહ
માતંગ
મનુષ્ય
મનુષ્ય તથા તિર્યંચ (પશુ-પક્ષી-જંતુ અને વનસ્પતિ) મધ્યલોકમાં રહે છે. મનુષ્ય બે પ્રકારના છે – આર્ય અને સ્વેચ્છ. જે મનુષ્યો સદ્ગુણી છે તે આર્ય કહેવાય છે. તેમના પણ બે ભેદ છે–અલૌકિકશક્તિધારી અને અલૌકિકશક્તિરહિત. અસાધારણ જ્ઞાન, રૂપપરિવર્તન, તપ, બલ, ઔષધશક્તિ, સાધારણ ભોજનને સ્વાદિષ્ટ બનાવી દેવાનું અસાધારણ સામર્થ્ય અને વ્યક્તિઓની સંખ્યા વધી જવા છતાં પણ સામગ્રીને ખૂટવા ન દેવાની શક્તિના આધારે પ્રથમ ભેદના સાત પેટાભેદ થાય છે. ક્ષેત્ર, જાતિ, કર્મ, ચારિત્ર અને શ્રદ્ધાના આધારે બીજા ભેદના પાંચ પેટભેદ થાય છે. મ્લેચ્છના પણ બે ભેદ છે–અન્તર્કંપોમાં જન્મનારા અને કર્મભૂમિઓમાં જન્મનારા. અન્તર્લીપોની સંખ્યા છપ્પન છે તથા કર્મભૂમિઓની સંખ્યા પંદરછે (પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ). દેવકર, ઉત્તરકુર, હૈમવત, હરિ, રમ્યક, હૈરમ્યવત અને અન્તર્લીપ ભોગભૂમિ કહેવાય છે. કર્મભૂમિમાં પુરુષાર્થની પ્રધાનતા હોય છે. ભોગભૂમિમાં આવશ્યક બધી વસ્તુઓ કલ્પવૃક્ષો આપે છે. આર્યલોક કર્મભૂમિનાં સભ્ય ક્ષેત્રોમાં જ જન્મ લે છે. સ્વેચ્છલોક કર્મભૂમિનાં અસભ્ય ક્ષેત્રોમાં તથા ભોગભૂમિનાં સમસ્ત ક્ષેત્રો અને અન્તર્કોપોમાં રહે છે. કેવળ આર્યક્ષેત્રમાં જ તીર્થંકરનો પ્રાદુર્ભાવ થાય છે અને આર્યલોક જ તેમના ઉપદેશોથી લાભાન્વિત બને છે. માત્ર કર્મભૂમિમાં જ મુક્તિ સંભવે છે. ભોગભૂમિ તો કેવળ સાંસારિક વસ્તુઓનો ભોગ કરવાનું જ સ્થાન છે. તે સંન્યાસ કે સંયમને અનુકૂળ નથી, અને મોક્ષ તો સંન્યાસ કે સંયમથી થાય છે. ભોગભૂમિમાં કોઈ પણ વ્યક્તિ સાંસારિક સુખનો ત્યાગ કરી આત્મસંયમની વાતનો વિચાર સુદ્ધાં કરતી નથી. ભોગભૂમિમાં લોકો સદા સાંસારિક સુખોની પાછળ દોડ્યા કરે છે. તેથી તેઓ મુક્તિ મેળવવા અસમર્થ હોય છે. દેવતાઓને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે કર્મભૂમિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org