________________
સાપેક્ષવાદ
૨ ૨૯
મહાવીર–ગૌતમ ! જીવો સકમ્પ પણ છે અને નિષ્ઠમ્પ પણ છે. ગૌતમ –એ કેવી રીતે?
મહાવીર – જીવોના બે પ્રકાર છે – સંસારી અને મુક્ત. મુક્ત જીવોના બે પ્રકાર છે – અનન્તર સિદ્ધ અને પરસ્પર સિદ્ધ. પરમ્પર સિદ્ધ જીવો નિષ્કર્મે છે અને અનન્તર સિદ્ધ જીવો સકમ્પ છે. સંસારી જીવોના પણ બે ભેદ છે – શૈલેશી અને અશૈલેશી. શૈલેશી જીવો નિષ્ફમ્પ હોય છે અને અશૈલેશી જીવો સકમ્પ હોય છે.૧
ગૌતમ – જીવો સવીર્ય છે કે અવીર્ય? મહાવીર – જીવો સવીર્ય પણ છે અને અવીર્ય પણ છે. ગૌતમ– એ કેવી રીતે?
મહાવીર– જીવો બે પ્રકારના છે–સંસારી અને મુક્ત. મુક્ત જીવો તો અવીર્ય છે. સંસારી જીવો બે પ્રકારના છે – શૈલેશપ્રતિપન્ન અને અશૈલેશીપ્રતિપન્ન. શૈલેશીપ્રતિપન્ન જીવો લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે અને કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય છે. અશૈલેશપ્રતિપન્ન જીવો લબ્ધિવીર્યની અપેક્ષાએ સવાર્ય છે અને કરણવીર્યની અપેક્ષાએ સવર્ય પણ છે અને અવીર્ય પણ છે. જે જીવો પરાક્રમ કરે છે તેઓ કરણવીર્યની અપેક્ષાએ સવીર્ય છે અને જે જીવો પરાક્રમ નથી કરતા તેઓ કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય છે. ૨
ગૌતમ – જો કોઈ જીવ કહે કે હું સર્વપ્રાણ, સર્વભૂત, સર્વજીવ, સર્વસત્ત્વની હિંસાનું પ્રત્યાખ્યાન (ત્યાગ) કરું છું તો તેનું આ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે કે દુપ્રત્યાખાન?
મહાવીર– કથંચિત્ સુપ્રત્યાખ્યાન છે અને કથંચિત્ દુપ્રત્યાખ્યાન છે. ગૌતમ – એ કેવી રીતે?
મહાવીર – જે એ જાણતો નથી કે આ જીવો છે અને આ અજીવો છે, આ ત્રસ જીવો છે અને આ સ્થાવર જીવો છે તેનું પ્રત્યાખ્યાન દુષ્પત્યાખ્યાન છે. તે મૃષાવાદી છે. જે એ જાણે છે કે આ જીવો છે અને આ અજીવો છે, આ ત્રણ જીવો છે અને આ સ્થાવર જીવો છે તેનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન. તે સત્યવાદી છે.
૧. એજન, ૨૫.૪. ૨. એજન. ૧.૮.૭૨. ૩. એજન, ૭.૨.૧૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org