SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૮ જૈન ધર્મ-દર્શન આ પ્રશ્નનો ઉત્તર આ પણ હોઈ શકે છે. આ રીતે એક જ પ્રશ્નના અનેક ઉત્તરો હોઈ શકે છે. આ દૃષ્ટિને સ્યાદ્વાદ, સાપેક્ષવાદ, અનેકાન્તવાદ યા વિભાજયવાદ કહેવામાં આવે છે. બુદ્ધનો વિભજવવાદ એટલો આગળ વધી ન શક્યો જેટલો મહાવીરનો વિજયવાદ અનેકાન્તવાદ અને સ્યાદ્વાદના રૂપમાં આગળ વધી ગયો. મહાવીરે આ દષ્ટિ ઉપર બહુ જ ભાર આપ્યો જયારે બુદ્ધ યથાવસર તેનો પ્રયોગ તો કર્યો પરંતુ તેને વિશેષ મહત્ત્વ ન આપ્યું. બુદ્ધના વિભજવવાદ અને મહાવીરના અનેકાન્તવાદમાં કેટલી બધી સમાનતા રહેલી છે એ સમજવા માટે કેટલાંક ઉદાહરણો નીચે આપ્યાં છે: જયન્તી–ભગવન્! ઊંઘવું સારું કે જાગવું? મહાવર–જયન્તી! કેટલાક જીવોનું ઊંઘવું સારું છે અને કેટલાક જીવોનું જાગવું સારું છે. જયન્તી –એ કેવી રીતે? મહાવીર – જે જીવો અધર્મી છે, અધર્માનુગ છે, અધર્મિષ્ઠ છે, અધર્માખ્યાયી છે, અધર્મપ્રલોકી છે, અધર્મપ્રરંજન છે, અધર્મસમાચાર છે, અધાર્મિક વૃત્તિવાળા છે તે જીવો ઊંઘતા રહે એ જ સારું છે કેમ કે તેઓ સ્વ, પર અને ઉભયને અધાર્મિક ક્રિયાઓમાં નહિ લગાડે, તેથી તેમનું ઊંઘવું સારું છે. જે જીવો ધાર્મિક છે. ધર્માનગ છે, યાવત્ ધાર્મિક વૃત્તિવાળા છે તેમનું જાગતા રહેવું સારું છે કેમ કે તેઓ અનેક જીવોને સુખ દે છે. તેઓ સ્વ, પર, ઉભયને ધાર્મિક કાર્યોમાં લગાડે છે. તેથી તેમનું જાગતા રહેવું સારું છે. જયન્તી – ભગવન્! બળવાન હોવું સારું કે નિર્બળ હોવું સારું? મહાવીર– હે જયન્તી ! કેટલાક જીવોનું બળવાન હોવું સારું છે અને કેટલાક જીવોનું નિર્બળ હોવું સારું છે. જયન્તી - તે કેવી રીતે? મહાવીર– જે જીવો અધાર્મિક છે યાવત્ અધાર્મિક વૃત્તિવાળા છે તેમનું નિર્બળ હોવું સારું છે કેમ કે જો તેઓ બળવાન હોય તો અનેક જીવોને કષ્ટ આપે. જે જીવો ધાર્મિક છે યાવત્ ધાર્મિક વૃત્તિવાળા છે તેમનું બળવાન હોવું સારું છે કેમ કે તેઓ બળવાન હોવાથી અધિક જીવોને સુખ આપશે.' ગૌતમ–ભગવન્! જીવો સકમ્પ છે કે નિષ્કમ્પ? ૧. ભગવતીસૂત્ર, ૧-૨.૨.૪૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy