________________
૨ ૨૭.
સાપેક્ષવાદ નિત્યતાની પ્રતીતિ થાય છે ત્યાં અનિત્યતા અવશ્ય રહે છે. અનિત્યતાના અભાવમાં નિત્યતાની ઓળખ જ થઈ શકતી નથી. તે જ રીતે અનિત્યતાનું સ્વરૂપ સમજવા માટે નિત્યતાની પ્રતીતિ અનિવાર્ય છે. જો પદાર્થમાં ધ્રૌવ્ય યા નિયતા ન હોત તો અનિત્યતાની પ્રતીતિ થઈ શકત જ નહિ. નિત્યતા અને અનિત્યતા પરસ્પર સાપેક્ષ છે. એકની પ્રતીતિ માટે બીજાની પ્રતીતિ આવશ્યક છે. અનેકાનેક અનિત્યપ્રતીતિઓની વચ્ચે જયાં એક સ્થિરપ્રતીતિ થાય છે તે જ નિત્યત યાધ્રૌવ્યની પ્રતીતિ છે.ધ્રૌવ્ય યાનિત્યત્વનું મહત્ત્વ ત્યારે જ જણાય છે જયારે તેની સાથે સાથે અનેક અનિત્યપ્રતીતિઓ થાય છે. અનિત્યપ્રતીતિ ન થાય તો “આ નિત્ય છે એવું જ્ઞાન જ ન થઈ શકે. જ્યાં નિત્યતાની પ્રતીતિ નથી ત્યાં “અનિત્ય છે” એવું ભાન જ નથી થઈ શકતું. નિત્યતાપ્રતીતિ અને અનિત્યતાપ્રતીતિ બન્ને પ્રતીતિઓ સ્વભાવથી જ પરસ્પર સંબદ્ધ છે. જ્યાં એક પ્રતીતિ હશે ત્યાં બીજી અવશ્ય હશે જ. વિભાજયવાદ અને અનેકાન્તવાદ
મજૂઝિમનિકાયમાં માણવકના પ્રશ્નના ઉત્તરમાં બુદ્ધ કહે છે, “હે માણવક ! હું વિજયવાદી છું, એકાંશવાદી નથી.” માણવાનો પ્રશ્ન હતો – ભગવન્! મેં સાંભળ્યું છે કે ગૃહસ્થ જ આરાધક હોય છે, પ્રવ્રજિત નહિ. આ અંગે આપ શું કહો છો?' બુદ્ધ ઉત્તર આપ્યો – “ગૃહસ્થ પણ જો મિથ્યાવાદી હોય તો નિર્વાણમાર્ગનો આરાધક નથી હોઈ શકતો. અને ત્યાગી પણ જો મિથ્યાત્વી હોય તો નિર્વાણમાર્ગની આરાધના નથી કરી શકતો. બન્ને જો સમ્યફ પ્રતિપત્તિથી સમ્પન્ન હોય તો બન્ને આરાધક હોઈ શકે છે.' આ ઉત્તર વિભજવવાદનું ઉદાહરણ છે. કોઈપણ પ્રશ્નનો ઉત્તર એકાન્તપણે આપી દેવો કે આ આમ જ છે અથવા તો આ આવું છે જ નહિ એ એકાંશવાદ છે. બુદ્ધ ગૃહસ્થ અને ત્યાગીની આરાધનાના પ્રશ્નને લઈ વિભાજનપૂર્વક ઉત્તર આપ્યો, એકાન્તપણે નહિ, એટલા માટે બુદ્ધે પોતાને વિભનયવાદી કહ્યા છે, એકાંશવાદી કહ્યા નથી.
સૂત્રકૃતાંગમાં પણ બરાબર આ જ શબ્દનો પ્રયોગ થયો છે. ભિક્ષુએ કેવી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ એ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે ભિક્ષુ ‘વિભજવવાદનો પ્રયોગ કરે. જૈન દર્શનમાં આ શબ્દનો અર્થ અનેકાન્તવાદ યાસ્યાદ્વાદ કરવામાં આવે છે. જે જે દૃષ્ટિએ અમુક પ્રશ્નનો ઉત્તરદઈ શકાતો હોય તે તે દૃષ્ટિએ તે પ્રશ્નના ઉત્તરો દેવા એ સ્યાદ્વાદ છે. કોઈ એક અપેક્ષાએ આ પ્રશ્નનો આ ઉત્તર હોઈ શકે છે. બીજી અપેક્ષાએ
૧. સુત્ત, ૯૯. ૨. ઉમરકૂ વિમMવયં ચ વિયા રેન્ના / ૧.૧૪.૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org