________________
મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય
વલભીના મૈત્રક રાજા શીલાદિત્યની રાજસભામાં બૌદ્ધ વાદીને પરાજિત કરી ‘વાદી’નું બિરુદ પ્રાપ્ત ક૨ના૨ ક્ષમાશ્રમણ શ્રી મલ્લવાદીસૂરિના જીવનપ્રસંગો આ ચિત્રમાં વણી લેવામાં આવ્યા છે. શ્રી મલ્લવાદીસૂરિએ ‘દ્વાદશારનયચક્ર' નામક ન્યાયવિષયક અજોડ ગ્રંથની રચના કરી છે. તેમના સંસારી જીવનના મોટા ભાઈ મુનિ અજિતયશે ‘પ્રમાણ’ ગ્રંથ અને બીજા ભાઈ યક્ષમુનિએ ‘અષ્ટાંગ નિમિત્ત બોધિની’ નામક ગ્રંથની રચના કરી હતી. એક માતાના ત્રણ ત્રણ પુત્રોએ જૈન શાસનની સાધુતા, સાહિત્ય અને તત્ત્વચિંતન દ્વારા સેવા કરી હોય તેવો આ વિરલ દાખલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org