________________
૨ ૧૬
જૈન ધર્મ-દર્શન વ્યવસ્થાપકનો સંબંધ છે. આ બધી હકીકતોને જોતાં સ્મૃતિને પ્રમાણ માનવી યુક્તિસંગત છે. સ્મૃતિને પ્રમાણ ન માનતાં તો અનુમાન પણ પ્રમાણ ન રહી શકે કેમ કે લિંગ (સાધન) અને લિંગી (સાધ્ય) વચ્ચેનો વ્યાપ્તિનો સંબંધ પ્રત્યક્ષનો વિષય નથી. અનેકવાર દર્શન થયા પછી નિશ્ચિત થનારો લિંગ અને લિંગીનો સંબંધ સ્મૃતિના અભાવમાં કેવી રીતે સ્થાપિત થઈ શકે? લિંગને દેખીને લિંગીનું (સાધ્યનું) જ્ઞાન પણ સ્મૃતિ વિના ન થઈ શકે. વ્યાપ્તિસંબંધના સ્મરણ વિના અનુમાન સર્વથા અસંભવ
પ્રત્યભિજ્ઞાન – દર્શન અને સ્મરણથી ઉત્પન્ન થનારું, “આ તે જ છે' “આ તેના સમાન છે “આ તેનાથી વિલક્ષણ છે” “આ તેનો પ્રતિયોગી છે' વગેરે આકારોવાળું સંકલનાત્મક જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. પ્રત્યભિજ્ઞાનમાં બે જાતના અનુભવો કારણરૂપ છે – એક પ્રત્યક્ષ દર્શન જે વર્તમાન કાલમાં રહે છે અને બીજું સ્મરણ જે ભૂતકાળનો અનુભવ છે. જે જ્ઞાન આ પ્રત્યક્ષ અને સ્મૃતિથી ઉત્પન્ન થનારું બન્નેના સંકલનરૂપ છે તે પ્રત્યભિજ્ઞાન છે. “આ તે જ ઘટ છે એવા આકારનું જ્ઞાન અભેદનું ગ્રહણ કરે છે. ‘આ’ એ પ્રત્યક્ષ દર્શનનો વિષય છે અને તે જ એ સ્મૃતિનો વિષય છે. ઘટ એ બન્નેમાં એક છે, અનુયૂત છે. તેથી આ અભેદવિષયક પ્રત્યભિજ્ઞાન છે. “આ ઘટ તે ઘટ સમાન છે' આ જ્ઞાન સાદશ્યવિષયક છે. આ જ્ઞાનને જ બીજા દર્શનોમાં ઉપમાન કહેવામાં આવે છે. “ગવય ગાય સમાન છે' આ શાસ્ત્રીય ઉદાહરણ છે. “ભેંસ ગાયથી વિસદેશ છે” આ જાતનું જ્ઞાન વૈસાદશ્યનું ગ્રહણ કરે છે. આ જ્ઞાન સાદેશ્યવિષયક જ્ઞાનથી વિપરીત છે. આ આનાથી નાનો છે, આ આનાથી દૂર છે – વગેરે જ્ઞાનો ભેદનું ગ્રહણ કરે છે. આ જ્ઞાનો અભેદગ્રાહક જ્ઞાનથી વિપરીત છે. તુલનાત્મક જ્ઞાન, ભલે ને તે કોઈ પણ પ્રકારનું કેમ ન હોય, પ્રત્યભિજ્ઞાનમાં સમાવેશ પામે છે. કેવલ ઉપમાનને જ પ્રત્યભિજ્ઞાનનું પર્યાયવાચી માનવું યોગ્ય નથી. સાદૃશ્ય, વૈશક્ષણ્ય, ભેદ, અભેદ આદિ બધાંને ગ્રહણ કરનારું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે.
તર્ક – ઉપલંભ-અનુપલંભનિમિત્તથી થતું વ્યાપ્તિજ્ઞાન તર્ક છે. તેને ઊહ પણ કહેવામાં આવે છે. ઉપલંભનો અર્થ છે લિંગના સદૂભાવથી સાધ્યના સદ્દભાવનું જ્ઞાન. १. दर्शनस्मरणसम्भवं तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रतियोगीत्यादि संकलनं प्रत्यभि
જ્ઞાનમ્ પ્રમાણમીમાંસા, ૧.૨.૪. ૨. ૩૫નWગુપતન્મનિમિત્ત વ્યાતિજ્ઞાનમૂદા પ્રમાણમીમાંસા, ૧.૨.૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org