________________
સાપેક્ષવાદ
૨૬૯ પ્રદેશદષ્ટિએ અનેક છે કેમ કે આત્માને અનેક પ્રદેશો છે. તેવી જ રીતે ધર્માસ્તિકાય દ્રવ્યદૃષ્ટિએ એક છે પરંતુ પ્રદેશદષ્ટિએ અનેક છે. અન્ય દ્રવ્યોના અંગે પણ આવું જ સમજવું જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુનો દ્રવ્યદષ્ટિએ વિચાર કરવામાં આવે છે ત્યારે દ્રવ્યાર્થિક નયનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રદેશદષ્ટિએ વિચાર કરતી વખતે પ્રદેશાર્થિક નયને કામમાં લેવામાં આવે છે. વ્યાવહારિક અને નૈૠયિક દૃષ્ટિ
વ્યવહાર અને નિશ્ચયનો ઝઘડો બહુ પુરાણો છે. જે વસ્તુ જેવી પ્રતિભાસિત થાય છે તે રૂપે જ તે સત્ય છે કે કોઈ અન્ય રૂપે? કેટલાક દાર્શનિકો વસ્તુનાં બે રૂપ માને છે – પ્રાતિભાસિક અને પારમાર્થિક. ચાર્વાક આદિ દાર્શનિક ચિંતકો પ્રતિભાસ અને પરમાર્થમાં કોઈ જાતનો ભેદ કરતા નથી. તેમની દૃષ્ટિમાં ઇન્દ્રિયગમ્ય તત્ત્વ પારમાર્થિક છે. મહાવીરે વસ્તુનાં બન્ને રૂપોનું સમર્થન કર્યું છે અને પોતપોતાની દષ્ટિએ બન્નેને યથાર્થ દર્શાવ્યાં છે. ઇન્દ્રિયગમ્ય વસ્તુનું સ્થૂલ રૂપ વ્યવહારની દૃષ્ટિએ યથાર્થ છે. આ સ્થૂળ રૂપ ઉપરાંત વસ્તુનું સૂક્ષ્મ રૂપ પણ હોય છે જે ઇન્દ્રિયોનો વિષય બની શકતું નથી. તે કેવળ શ્રુત યા આત્મપ્રત્યક્ષનો વિષય બને છે. આ જ નૈક્ષયિક દૃષ્ટિ છે. વ્યાવહારિક દૃષ્ટિ અને નૈૠયિક દૃષ્ટિમાં આ જ અત્તર છે કે વ્યાવહારિક દૃષ્ટિ ઇન્દ્રિયાશ્રિત છે તેથી સ્થળ છે જ્યારે નૈશ્ચયિક દૃષ્ટિ ઇન્દ્રિયાતીત છે તેથી સૂક્ષ્મ છે. એક દૃષ્ટિથી પદાર્થના સ્થૂલ રૂપનું જ્ઞાન થાય છે અને બીજી દૃષ્ટિથી પદાર્થના સૂક્ષ્મ રૂપનું. બન્ને દૃષ્ટિઓ સમ્યક છે, બન્ને યથાર્થતાને ગ્રહણ કરે છે.
ભગવાન મહાવીર અને ગૌતમ વચ્ચે થયેલો એક સંવાદ છે. ગૌતમ મહાવીરને પૂછે છે–ભગવન્! કાકવીમાં કેટલા વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શ હોય છે? મહાવીર ઉત્તર આપે છે–ગૌતમ! આ પ્રશ્નનો ઉત્તર બે નયો દ્વારા આપી શકાય. વ્યાવહારિક નયની દૃષ્ટિએ તે મધુર છે અને નૈૠયિક નયની અપેક્ષાએ તેમાં પાંચ વર્ણ, બે ગધે, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. આ જ પ્રમાણે ગબ્ધ, સ્પર્શ આદિ સાથે સંબંધ ધરાવતા અનેક વિષયોને લઈને વ્યવહાર અને નિશ્ચય એ બે નયો દ્વારા ઉત્તર દેવામાં આવેલ છે. આ બે દષ્ટિઓ દ્વારા ઉત્તર દેવાનું કારણ એ છે કે ભગવાન મહાવીર વ્યવહારને પણ સત્ય માનતા હતા. તે પરમાર્થની આગળ વ્યવહારની ઉપેક્ષા કરવા ઇચ્છતા ન હતા. વ્યવહાર અને પરમાર્થ બન્ને દૃષ્ટિઓને એકસરખું મહત્ત્વ તે આપતા હતા. ૧. ભગવતીસૂત્ર, ૧૮.૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org