________________
૨૭૦
જૈન ધર્મ-દર્શન અર્થનય અને શબ્દનય
આગમોમાં સાત નયોનો ઉલ્લેખ છે. 'અનુયોગદ્વારસૂત્રમાં શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણ નયોને શબ્દનય કહ્યા છે. ઉત્તરકાલીન દાર્શનિકોએ સાત નયોના સ્પષ્ટપણે બે વિભાગો કરી દીધા – અર્થનય અને શબ્દનય. આગમમાં જો ત્રણ નયોને શબ્દના કહ્યા છે તો બાકીના ચાર નયોને અર્થનય કહેવા યુક્તિસંગત જ છે. જે નયો અર્થને પોતાનો વિષય બનાવે છે તે નયો અર્થનય છે. શરૂઆતના ચાર નય – નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર અર્થને વિષય કરે છે, તેથી તે નયો અર્થન છે. અન્તિમ ત્રણ નય– શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત શબ્દને વિષય કરે છે, તેથી તે નયો શબ્દનાય છે. આ સાત નયોના સ્વરૂપનું વિશ્લેષણ કરતી વખતે જણાઈ જશે કે નૈગમ આદિ ચારનો વિષય અર્થ કેમ છે અને શબ્દ આદિ ત્રણનો વિષય શબ્દ કેમ છે? અર્થનય અને શબ્દનયની આ સમજ નવી નથી. આગમોમાં તેનો ઉલ્લેખ છે. નયના ભેદો
નયની મુખ્ય દૃષ્ટિઓ કઈ હોઈ શકે છે એ આપણે જોઈ ગયા. હવે આપણે નયના ભેદોનો વિચાર કરીશું. આચાર્ય સિદ્ધસેને લખ્યું છે કે વચનના (કથનના) જેટલા પણ પ્રકારો યા માર્ગો હોઈ શકે છે તેટલા જ નયના ભેદો છે. જેટલા નયના ભેદો છે તેટલા જ મતો છે. સિદ્ધસેનની આ વાતને બરાબર સમજવામાં આવે તો એનો અર્થ એ થાય કે નયના ભેદો અનન્ત છે. આ બધા અનન્ત ભેદોનું વર્ણન કરવું એ તો અમારી શક્તિબહારની વાત છે. સ્થૂળપણે નયના કેટલા ભેદ થાય છે એ દર્શાવાવનો પ્રયત્ન જૈન દર્શનના આચાર્યોએ કર્યો છે. એ તો આપણે જોઈ ગયા કે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય આ બે નયોમાં નયના બધા ભેદોનો સમાવેશ થઈ જાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકને વધુ સ્પષ્ટ કરવા માટે તેમના અવાજોર ભેદો કરવામાં આવ્યા છે. આ ભેદોની સંખ્યા અંગે કોઈ નિશ્ચિત પરંપરા નથી. જૈન દર્શનના ઇતિહાસને જોતાં આપણને તે અંગેની ત્રણ પરંપરાઓ મળે છે. એક પરંપરા નયના સીધેસીધા સાત ભેદો કરે છે. આ સાત ભેદો છે – નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂટ, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત. આગમો અને દિગમ્બર ગ્રન્થો આ પરંપરાનું પાલન
૧. અનુયોગદ્વાર, ૧૫૬; સ્થાનાંગ, ૭.૫પર ૨. તિરંસના અનુયોગદ્વાર, ૧૪૮ ૩. નવા વયવદા તાવા વેવ હોંતિ થવાય ! '
નાવિયા જયવીયા તાવિયા વેવ પરસમય છે સન્મતિતર્કપ્રકરણ, ૩.૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org