________________
૩૨૪
જૈન ધર્મ-દર્શન
વ્યક્તિનાં પુણ્ય-પાપનો કોઈ સંબંધ નથી. આવી પરિસ્થિતિઓ અને ઘટનાઓ પોતપોતાનાં વિશિષ્ટ કારણોથી ઉત્પન્ન થાય છે જેમનો તે વ્યક્તિ સાથે સાક્ષાત્ યા અસાક્ષાત્ કોઈ સંબંધ હોતો નથી. સંયોગવશ કે અકસ્માત્ તે પરિસ્થિતિઓ તથા ઘટનાઓ તે વ્યક્તિના સુખ-દુઃખનું કારણ બની જાય છે. હા તે પરિસ્થિતિઓ અને ઘટનાઓથી પ્રભાવિત થવાની યોગ્યતા તો તે વ્યક્તિની પોતાની હોય છે તેનાં પાપ-પુણ્યની દેણ છે.
બાહ્ય સાધનો અર્થાત્ ધન આદિની પ્રાપ્તિ પુણ્યથી જ થાય છે એવો કોઈ ઐકાન્તિક નિયમ નથી. પુણ્યશાલીઓ અર્થાત્ સદાચારીઓની જેમ પાપી અર્થાત્ દુરાચારી અને ભ્રષ્ટાચારી પણ સમૃદ્ધિ પ્રાપ્ત કરનારા દેખાય છે. એટલું જ નહિ, બહુધા પાપી લોકો સમૃદ્ધિમાં પુણ્યાત્માઓથી આગળ નીકળી જતા જણાય છે. તેનું કારણ જે હો તે, પરંતુ એટલું તો નિશ્ચિત છે કે પાપપૂર્ણ આચરણથી પણ ધન આદિની પ્રાપ્તિ થઈ શકે છે અર્થાત્ પાપીઓ સમૃદ્ધિશાલી હોઈ શકે છે. સમૃદ્ધિ હોય કે ન હોય, સુખ-દુઃખનો અનુભવ તો મુખ્યપણે આન્તરિક કારણો અર્થાત્ પુણ્ય-પાપના આધાર પર થાય છે. સમૃદ્ધિશાલી પણ દુઃખી જોવામાં આવે છે, જ્યારે નિર્ધન વ્યક્તિ પણ સુખનો અનુભવ કરવાવાળી હોય છે. વિપુલ સંગ્રહ કરનારા પણ દુ:ખી જોવામાં આવ્યા છે જ્યારે અકિંચન પણ સુખી જણાતા હોય છે. જેમ એવો નિયમ નથી કે ધન વગેરેની પ્રાપ્તિ પુણ્યથી જ થાય તેવી જ રીતે એવો પણ નિયમ નથી કે પુણ્યથી ધન આદિની પ્રાપ્તિ થાય જ. પુણ્યપૂર્ણ કૃત્ય હો કે પાપપૂર્ણ કૃત્ય હો, પરિસ્થિતિઓની અનુકૂળતા અને પ્રતિકૂળતા અનુસાર ધનાદિની પ્રાપ્તિ થઈ પણ શકે કે ન પણ થાય. જેમ ધન આદિની પ્રાપ્તિ પુણ્યયુક્ત અને પાપયુક્ત અર્થાત્ સારાં અને બૂરાં બન્ને પ્રકારનાં કાર્યોથી થઈ શકે છે તેમ ધન આદિનો ઉપયોગ પણ પુણ્યમય અને પાપમય બન્ને પ્રકારનાં કાર્યોમાં કરી શકાય છે. પુણ્યમય અર્થાત્ સત્કાર્યમાં કરાતો ધનોપયોગ શુભ કર્મોનું ઉપાર્જન કરનારો હોવાના કારણે સુખદ હોય છે, જ્યારે પાપમય અર્થાત્ અસત્કાર્યમાં કરાતો ધનોપયોગ અશુભ કર્મોનું ઉપાર્જન કરનારો હોવાના કારણે દુઃખદ હોય છે.આ જ વાત પુણ્યયુક્ત અને પાપયુક્ત ધનોપાર્જનની બાબતમાં પણ સમજવી જોઈએ.
કોઈ વસ્તુની પુરુષાર્થ દ્વારા થતી અર્થાત્ પ્રયત્નજન્ય પ્રાપ્તિ પુણ્ય-પાપ સાથે સમ્બદ્ધ હોઈ શકે છે પરંતુ કોઈ પણ જાતના પુરુષાર્થ વિના જ સ્વતઃ થતી ધન આદિની પ્રાપ્તિનો પુણ્ય-પાપ સાથે કોઈ સંબંધ જણાતો નથી. જે સાધનસામગ્રી કોઈના જન્મ પહેલાં જ ક્યાંક મોજૂદ હોય અને તેને સંયોગવશ કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કર્યા વિના જ પ્રાપ્ત થઈ જાય તો તેમાં પુણ્યનો હાથ કેવી રીતે હોઈ શકે ? તેના જન્મ પહેલાં તો તેનું પુણ્ય ત્યાં હતું જ નહિ, તેથી તે સાધનસામગ્રીના ઉપાર્જન સાથે તેનો સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org