________________
કર્મસિદ્ધાન્ત
૩૨૩
ઉપાદનકારણ એકસરખું હોવા છતાં નિમિત્તકારણની ભિન્નતાના કારણે કાર્યમાં કંઈક ભિન્નતા આવે જ છે. આમ સુખદુઃખનો અનુભવ કરવાની શક્તિ અર્થાત્ પુણ્ય-પાપનો સંચય એકસરખો હોવા છતાં પણ બાહ્ય પદાર્થો તથા પરિસ્થિતિઓ એકસરખાં ન હોવાના કારણે સુખ-દુ:ખની અનુભૂતિમાં કંઈક અંતર રહેવું અસ્વાભાવિક નથી. જેવી રીતે બાહ્ય વસ્તુઓની અભિન્નતા યા સમાનતા હોવા છતાં પણ વ્યક્તિત્વની અસમાનતાના કારણે સુખ-દુ:ખની અનુભૂતિમાં અત્તર પડે છે તેવી જ રીતે વ્યક્તિત્વની અભિન્નતા યા સમાનતા હોવા છતાં પણ બાહ્ય પરિસ્થિતિઓની અસમાનતાના કારણે સુખ-દુઃખના અનુભવમાં ભિન્નતા આવવી, અંતર પડવું સ્વાભાવિક છે.
બાહ્ય પદાર્થો અથવા સાધનોની પ્રાપ્તિનાં કેટલાંય કારણો હોય છે. તે બધાં કારણોને આપણે બે વર્ગોમાં વહેંચી શકીએ : પોતાના પુરુષાર્થ અથવા પ્રયત્ન દ્વારા પદાર્થની પ્રાપ્તિ અને સ્વતઃ અર્થાત્ કોઈ પણ પ્રયત્ન વિના જ પદાર્થની પ્રાપ્તિ. પ્રયત્ન દ્વારા વસ્તુની પ્રાપ્તિમાં અનેક બાહ્ય કારણોની સાથે સાથે જ પુણ્ય-પાપ આન્તરિક કારણ પણ પોતાનો યથોચિત ફાળો આપે છે. વ્યક્તિએ કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે અનુકૂળ યા પ્રતિકૂળ પ્રયત્ન કરવો એ તેની બુદ્ધિ, શક્તિ, વિચારધારા, વિશ્વાસ આદિ ઉપર આધાર રાખે છે. આ બધા ગુણો વ્યક્તિના પાપ-પુણ્યપુંજ અનુસાર હોય છે અર્થાત્ જે વખતે વ્યક્તિના વ્યક્તિત્વનું જેવું રૂપ હોય છે તે સમયે તેને અનુરૂપ બુદ્ધિ આદિ દ્વારા બાહ્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને તે પ્રયત્ન કરે છે. તેનાં પુણ્ય-પાપ સાથે સર્વથા અસમ્બદ્ધ બાહ્ય પરિસ્થિતોઓની અનુકૂળતા કે પ્રતિકૂળતાની સ્થિતિમાં ફલપ્રાપ્તિમાં અન્તર પડવું અર્થાત્ કયારેક ઇચ્છિત ફળની પ્રાપ્તિ થવી, કયારેક ઇચ્છિત ફળની પ્રાપ્તિ ન થવી, ક્યારેક અધિક ફળની પ્રાપ્તિ થવી, ક્યારેક ન્યૂન ફળની પ્રાપ્તિ થવી ઇત્યાદિ તેનો આધાર તેનાં પુણ્ય-પાપ ઉપર નથી. તેના માટે ન તો તેના પુણ્યની પ્રશંસા કરવી જોઈએ કે ન તો તેના પાપની નિન્દા. જ્યાં સુધી તેની બુદ્ધિ, શક્તિ, શ્રમશીલતા આદિનો તે ફલપ્રાપ્તિ સાથે સંબંધ હોય ત્યાં સુધી જ તેના પુણ્ય-પાપની પ્રશંસા-નિન્દા કરવી જોઈએ. સંયોગવશ અલ્પ પ્રયત્ન કરવા છતાં પણ અધિક લાભ થઈ શકે છે તથા ખૂબ જ પ્રયત્ન કરવા છતાં પણ પૂરતો લાભ થઈ શકતો નથી, એટલું જ નહિ પણ કેટલીક વાર તો પુરુષાર્થ વિના જ અકસ્માત્ ઘણો જ મોટો લાભ થઈ જાય છે તથા તેનાથી ઊલટું ક્યારેક અથક પ્રયત્ન કરવા છતાં પણ કંઈ પણ પ્રાપ્ત થતું નથી. આ બધી દશાઓનો પુણ્ય-પાપ સાથે કોઈ સંબંધ નથી. કોઈ વ્યક્તિનાં પુણ્ય-પાપ તેના વ્યક્તિત્વને સંચાલિત અને પ્રભાવિત કરે છે, તે વ્યક્તિના નિયત્રણમાં રહેલી પરિસ્થિતિઓને નિયત્રિત અને નિર્મિત કરે છે. જે પરિસ્થિતિઓ અને ઘટનાઓ તે વ્યક્તિના નિયત્રણની બહાર છે તેમના માટે તે જવાબદાર નથી, તેમની સાથે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org