________________
જ્ઞાનમીમાંસા
૨૧૯
બીજી વ્યક્તિ ઉપર આધાર રાખતી નથી. સાધનને દેખીને સાધ્યનું અનુમાન સાધનને દેખનાર વ્યક્તિ સ્વયં કરી લે છે. તેથી આ પ્રકારના અનુમાનનું નામ ‘સ્વાર્થાનુમાન’ અર્થાત્ ‘પોતાના માટેનું અનુમાન’ છે.
સાધન
સાધન કેટલા પ્રકારનું હોય છે એના ઉપર પણ થોડો વિચાર કરી લઈએ. આચાર્ય હેમચન્દ્ર પાંચ પ્રકારનાં સાધનો માને છે. આ પાંચ પ્રકાર છે સ્વભાવ, કારણ, કાર્ય, એકાર્થસમવાયી અને વિરોધી.
-
વસ્તુનો સ્વભાવ જ જ્યાં સાધન (હેતુ) બને છે ત્યાં તે સાધન સ્વભાવસાધન છે. ‘અગ્નિ દઝાડે છે કારણ કે તે ઉષ્ણસ્વભાવ છે’, ‘શબ્દ અનિત્ય છે કારણ કે તે કાર્ય છે’ આદિ સ્વભાવસાધન યા સ્વભાવહેતુનાં ઉદાહરણો છે.
અમુક જાતનાં વાદળો દેખીને વરસાદનું અનુમાન કરવું એ કારણસાધનનું ઉદાહરણ છે. જે જાતનાં વાદળો આકાશમાં ચડી આવવાથી વરસાદ થતો હોય તે જાતનાં વાદળોને દેખીને વરસાદ થવાનું અનુમાન કરવું એ કારણ ઉપરથી કાર્યનું અનુમાન છે. સાધારણ કારણ ઉપ૨થી કાર્યનું અનુમાન થતું નથી. તે જ કારણથી કાર્યનું અનુમાન થાય છે જેના હોતાં કાર્ય અવશ્ય થાય જ. બાધક કારણોનો અભાવ અને સાધક કારણોની સત્તા બન્ને જરૂરી છે.
કોઈ કાર્યવિશેષને દેખીને તેના કારણનું અનુમાન કરવું એ કાર્યસાધન યા કાર્યહેતુનું ઉદાહરણ છે. પ્રત્યેક કાર્યને તેનું પોતાનું કારણ અવશ્ય હોય છે. કારણ વિના કાર્ય ઉત્પન્ન થતું જ નથી. કારણ અને કાર્યના સંબંધનું જ્ઞાન હોય તો જ કાર્યને દેખીને તેના કારણનું અનુમાન થઈ શકે. નદીમાં પૂર આવેલું જોઈને એ અનુમાન કરવું કે ઉપરવાસે જોરદાર વરસાદ પડ્યો છે એ કાર્ય ઉપરથી કાણનું અનુમાન છે. ધૂમને દેખીને અગ્નિનું અનમાન કરવું એ પણ કાર્ય ઉપરથી કારણનું અનુમાન છે.
–
એક અર્થમાં (વસ્તુમાં) બે કે વધુ કાર્યોનું એક સાથે રહેવું એકાર્થસમવાય છે. એક જ ફળમાં રૂપ અને રસ સાથે સાથે રહે છે. રૂપને દેખીને રસનું અનુમાન કરવું કે રસને ચાખી રૂપનું અનુમાન કરવું એકાર્યસમવાયિનું ઉદાહરણ છે. રૂપ અને રસ વચ્ચે અહીં કાર્ય-કારણભાવ નથી કે રૂપ રસનો કે રસ રૂપનો સ્વભાવ નથી. તે બન્નેનું એક સાથે રહેવું એકાર્થસમવાયને કારણે છે.
કોઈ વિરોધી ભાવ(વસ્તુ)થી કોઈના અભાવનું અનુમાન કરવું એ વિરોધી સાધનથી કરવામાં આવતા અનુમાનનું ઉદાહરણ છે. ‘અહીં ઠંડક નથી કારણ કે અહીં
૧. સ્વભાવ: વારનું વાર્યમેળાર્થસમવાયિ વિધિ નેતિ પંષધા સાધનમ્ । એજન, ૧.૨.૧ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org