________________
૨૯૬
જૈન ધર્મ-દર્શન
દુઃસ્પર્શરૂપે, અનિષ્ટ, અકાન્ત, અમનોજ્ઞ, અશુભ, અનભીપ્સિત અને અનભિધેય સ્થિતિરૂપે, તથા અનુન્નત (નીચ) અને અસુખરૂપ (દુઃખરૂપ) અવસ્થારૂપે પરિણત થતો રહે છે. અલ્પકર્મયુક્ત, અલ્પક્રિયાયુક્ત, અલ્પઆસ્રવયુક્ત અને અલ્પવેદનાયુક્ત જીવના કર્મપુદ્ગલો નિરન્તર છેદાતા અને ભેદાતા રહે છે તથા વિધ્વંસ પામીને સર્વથા નાશ પણ પામતા રહે છે. પરિણામે તેનો આત્મા સુરૂપ યાવત્ સુખરૂપ અવસ્થારૂપે પરિણત થઈ જાય છે. વસ્ત્રોના ઉપર પુદ્ગલોનો ઉપચય થવો અર્થાત્ મેલ લાગવો એ પ્રયોગથી એટલે બીજાઓ દ્વારા પણ થાય છે અને સ્વભાવથી પણ થાય છે. પરંતુ જીવો ઉ૫૨ કર્મપુદ્ગલોનો ઉપચય પ્રયોગથી જ થાય છે, સ્વભાવથી થતો નથી. જીવોનો પ્રયોગ ત્રણ પ્રકારનો છે મનઃપ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રયોગ. આ ત્રણ પ્રકારના પ્રયોગો દ્વારા જ જીવોને કર્મોપચય થાય છે. પંચેન્દ્રિય જીવોને ત્રણે પ્રયોગો
– મનઃપ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રયોગ હોય છે. એકેન્દ્રિય જીવોને એક જ પ્રયોગ હોય અને તે કાયપ્રયોગ જ. વિકલેન્દ્રિય (અર્થાત્ હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય) જીવોને બે જ પ્રયોગ હોય છે અને તે વચનપ્રયોગ અને કાયપ્રયોગ જ. આ રીતે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કર્મ સંબંધી અનેક સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું છે.
પ્રજ્ઞાપનામાં કર્મવાદનું પાંચ પદોમાં અર્થાત્ અધ્યાયોમાં વ્યવસ્થિત વ્યાખ્યાન છે. કર્મપ્રકૃતિ પદમાં જ્ઞાનાવરણીય આદિ આઠ મૂલપ્રકૃતિઓ તથા આભિનિબોધિકજ્ઞાનાવરણીય (મતિજ્ઞાનાવરણીય) આદિ અનેક ઉત્તરપ્રકૃતિઓનું વર્ણન છે. કર્મબન્ધ પદમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોને બાંધતી વખતે જીવ કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે એનો વિચાર છે. કર્મવેદ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને બાંધતી વખતે જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે એનો વિચાર કરવામાં આવ્યો છે. કર્મવેદબન્ધ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતી વખતે જીવ કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે એનો વિચાર કરવામાં આવ્યો છે. કર્મવેદવેદ પદમાં એ વાતનો વિચાર કરવામાં આવ્યો છે કે જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતી વખતે કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જીવ બે કારણોના લીધે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે રાગના કારણે અને દ્વેષના કારણે. રાગના બે પ્રકાર છે - માયા અને લોભ. દ્વેષના પણ બે પ્રકાર છે ક્રોધ અને માન. આ જ રીતે બાકીનાં દર્શનાવરણીયથી અન્તરાય સુધીના કર્મોને અંગે પણ સમજી લેવું જોઈએ. જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમ છે. અબાધાકાલ અર્થાત્ અનુદયકાલ ત્રણ
-
—
૧. શતક, ઉદ્દેશક ૩. ૨. એજન.
૩.૫૬ ૨૩, સૂત્ર ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org