________________
૧૧૮
જૈન ધર્મ-દર્શન
-
‘પુર્’નો અર્થ છે પૂરણ કે વૃદ્ધિ અને ‘ગલ’નો અર્થ છે ગલન કે હ્રાસ. આમ ‘પુદ્ગલ’ શબ્દનો અર્થ થાય છે — વૃદ્ધિ તથા હ્રાસ દ્વારા વિવિધ રૂપોમાં પરિવર્તન પામતું તત્ત્વ યા દ્રવ્ય. જૈન દર્શને પ્રતિપાદિત કરેલાં છ દ્રવ્યોમાં એકલું પુદ્ગલ દ્રવ્ય જ એવું છે જે વૃદ્ધિ અને હ્રાસ દ્વારા પરિવર્તન પામે છે. અન્ય દ્રવ્યોમાં પરિવર્તન અવશ્ય થાય છે પરંતુ વૃદ્ધિ અને હ્રાસ દ્વારા નહિ પરંતુ અન્ય પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા. બીજા શબ્દોમાં, વૃદ્ધિ અને હ્રાસ રૂપ ક્રિયાઓ એકલા પુદ્ગલ દ્રવ્યમાં જ થાય છે, અન્ય દ્રવ્યોમાં થતી નથી. પુદ્ગલ દ્રવ્યનું જ એક રૂપ (પર્યાય) બીજા રૂપમાં વૃદ્ધિ અને હ્રાસ દ્વારા પરિવર્તિત થાય છે.
પુદ્ગલના વિશેષ ધર્મો યા ગુણ ચાર છે સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ. શબ્દ પણ પૌદ્ગલિક છે. સ્પર્શ આદિ ચાર ગુણો તથા શબ્દોને ઇન્દ્રિયો વડે ગ્રહણ કરાય છે. સ્પર્શનું સ્પર્શનેન્દ્રિયથી, રસનું રસનેન્દ્રિયથી, ગન્ધનું ઘ્રાણેન્દ્રિયથી, વર્ણનું ચક્ષુરિન્દ્રિયથી તથા શબ્દનું શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણ થાય છે. આમ પુદ્ગલ વિવિધ જ્ઞાનેન્દ્રિયનો વિષય બને છે. વર્ણ અર્થાત્ રૂપની પ્રધાનતાના કારણે પુદ્ગલને રૂપી (મૂર્ત) કહેવામાં આવે છે. આપણી ઇન્દ્રિયો રૂપી પદાર્થોનું અર્થાત્ પૌદ્ગલિક વસ્તુઓનું જ્ઞાન ક૨વામાં જ સમર્થ છે. અરૂપી અર્થાત્ અપૌદ્ગલિક પદાર્થ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય બનતો નથી. જીવ(આત્મા), ધર્મ, અધર્મ, આકાશ અને કાલ અરૂપી છે. તેથી તેમનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થઈ શકતું નથી. કાં તો તે અરૂપી દ્રવ્યો મનની ચિન્તનશક્તિ (અન્તર્નિરીક્ષણ, અનુમાન, આગમ) દ્વારા જ્ઞાત થાય છે કાં તો તે અરૂપી દ્રવ્યોનો આત્મા દ્વારા સાક્ષાત્કાર થાય છે.
――
શું વર્ણ આદિ ધર્મો વસ્તુતઃ પુદ્ગલમાં છે કે પછી આપણી ઇન્દ્રિયોનો પદાર્થો સાથે અમુક પ્રકારનો સંબંધ થતાં આપણને એવી પ્રતીતિ થવા લાગે છે ? બીજા શબ્દોમાં, વર્ણ આદિ પુદ્ગલના પોતાના ધર્મ છે કે પછી આપણે તે ધર્મોનો પુદ્ગલમાં આરોપ કરીએ છીએ ? એ તો ન જ કહી શકાય કે પુદ્ગલમાં વર્ણ આદિ ગુણોનો સર્વથા અભાવ છે અને આપણી ઇન્દ્રિયો તે ગુણોને અમુક અવસ્થાઓમાં સ્વતઃ ઉત્પન્ન કરી લે છે. વર્ણ આદિના અભાવમાં તો પુદ્ગલનો જ અભાવ થઈ જાય. જો પુદ્ગલનો જ અભાવ થઈ જાય તો વર્ણ આદિની ઉત્પત્તિનો પ્રશ્ન જ ન ઊઠે. હા, એ અવશ્ય માની શકાય કે ઇન્દ્રિયાદિનો પદાર્થની સાથે અમુક પ્રકારનો સંબંધ થતાં વર્ણ આદિની પ્રતીતિ થાય છે. પરંતુ એનો અર્થ એ નરકે ઇન્દ્રિયો વર્ણ આદિ ગુણોને ઉત્પન્ન કરે છે. ઇન્દ્રિયો અને વર્ણ આદિ ગુણો વચ્ચે જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ છે, કારણ અને કાર્યનો સંબંધ નથી. ઇન્દ્રિયોની ઉત્પત્તિ તેમનાં પોતાનાં કારણોથી થાય છે અને વર્ણ આદિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org