________________
૩૭૨
- જૈન ધર્મ-દર્શન અપ્રસન્નતાનો ઘાતક છે જ્યારે સંલેખના ચિત્તની શાન્તિ અને પ્રસન્નતાની સૂચક છે. આપઘાતમાં માનસિક અસબ્સલનની ઉત્કટતા હોય છે જ્યારે સંલેખનામાં સમભાવનો ઉત્કર્ષ હોય છે. આપઘાત વિકૃત ચિત્તવૃત્તિનું પરિણામ છે જ્યારે સંલેખના નિર્વિકાર ચિત્તવૃત્તિનું ફળ છે. સંલેખના જીવનના અન્તિમ સમયે અર્થાત્ શરીરની અત્યધિક નિર્બળતા-અનુપયુક્તતા-ભારરૂપતાની સ્થિતિમાં અથવા અન્યથા મૃત્યુનો પ્રસંગ ઉપસ્થિત થતાં કરવામાં આવે છે જયારે આપઘાત કોઈ પણ સમયે કરવામાં આવે છે. સંલેખનાપૂર્વક થતું મરણ નિષ્કષાયમરણ, સમાધિમરણ અને પંડિતમરણ છે જ્યારે આત્મહત્યા સકષાયમરણ, બાલમરણ અને અજ્ઞાનમરણ છે. સંલેખના આધ્યાત્મિક વીરતા-નિર્ભોક્તા છે જ્યારે આપઘાત નિરાશામય કાયરતા-ભીરુતા છે.
બાર વ્રતોની જેમ જ સંલેખના વ્રતના પણ મુખ્ય પાંચ અતિચાર છે. તે નીચે પ્રમાણે છે –– (૧) ઈહલોકાશંસાપ્રયોગ, (૨) પરલોકાશંસાપ્રયોગ, (૩) જીવિતાશંસાપ્રયોગ, (૪) મરણશંસાપ્રયોગ અને (૫) કામભોગાશંસાપ્રયોગ. આ લોક એટલે કે મનુષ્યલોક, આશંસા એટલે અભિલાષા, અને પ્રયોગ એટલે પ્રવૃત્તિ. ઈહલોકાશંસાપ્રયોગ એટલે મનુષ્યલોકવિષયક અભિલાષારૂપ પ્રવૃત્તિ. સંલેખનાના સમયે ઇચ્છા કરવી કે આગામી ભવમાં આ જ લોકમાં ધન, કીર્તિ, પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત થાઓ – આ ઈહલોકાશિંસાપ્રયોગ અતિચાર છે. તેવી જ રીતે પરલોકમાં દેવ આદિ બનવાની ઈચ્છા કરવી એ પરલોકાશંસાપ્રયોગ અતિચાર છે. પોતાની પ્રશંસા, પૂજાસત્કાર આદિ થતાં જોઈને વધુ સમય સુધી જીવતા રહેવાની ઇચ્છા કરવી એ જીવિતાશંસાપ્રયોગ અતિચાર છે. સત્કાર આદિ ન થતો દેખીને અથવા કષ્ટ આદિથી ગભરાઈ જઈને શીધ્ર મૃત્યુ પામવાની ઇચ્છા કરવી એ મરણાશંસાપ્રયોગ અતિચાર છે. આગામી જન્મમાં મનુષ્યસંબંધી અથવા દેવસંબંધી કામભોગો પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી એ કામભોગાશંસાપ્રયોગ અતિચાર છે. મારણાન્તિકી સંલેખનાની આરાધના કરનાર સાધકે આ અને આના જેવા બીજા અતિચારોથી બચવું જોઈએ. પ્રતિમાઓ
પ્રતિમાનો અર્થ છે પ્રતિજ્ઞાવિશેષ, નિયમવિશેષ, વ્રતવિશેષ, તપવિશેષ અથવા અભિગ્રહવિશેષ. શ્રાવક માટે અગિયાર પ્રતિમાઓનું વિધાન કરવામાં આવ્યું છે.
પ્રથમ પ્રતિમામાં સમ્યગ્દષ્ટિ અર્થાતુ આસ્તિક દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તેમાં સર્વધર્મવિષયક રુચિ એટલે કે સર્વગુણવિષયક પ્રીતિ હોય છે. દષ્ટિ દોષો તરફ ન જતાં ગુણો તરફ જાય છે. આ પ્રતિમાનો સંબંધ દર્શનશુદ્ધિ અર્થાત્ દષ્ટિની વિશુદ્ધિ – શ્રદ્ધાની સચ્ચાઈ સાથે છે. તેમાં ગુણવિષયક રુચિ હોવા છતાં પણ શીલવ્રત, ગુણવ્રત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org