________________
આચારશાસ્ત્ર
સંલેખના
જીવનના અંતિમ સમયે અર્થાત્ મૃત્યુ આવવાના સમયે તવિશેષની આરાધના કરવી એ સંલેખના કહેવાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં અપશ્ચિમમારણાન્તિક સંલેખના કહે છે. અપશ્ચિમનો અર્થ છે જેના પછી કોઈ બીજું નથી એટલે કે સાવ છેલ્લી. મારણાન્તિકનો અર્થ છે મૃત્યુરૂપ અન્ત થનારી. સંલેખનાનો અર્થ છે જેના વડે કષાય વગેરે કૃશ થાય એવી સમ્યક્ આલોચનાયુક્ત તપસ્યા. આમ અપશ્ચિમમારણાન્તિક સંલેખનાનો અર્થ થાય છે મરણાન્ત સમયે પોતાના ભૂતકાલીન સમસ્ત કૃત્યોની સમ્યક્ આલોચના કરીને શરીર અને કષાયાદિને કૃશ કરવા માટે કરવામાં આવતી સૌથી અન્તિમ તપસ્યા. આનો સરળ શબ્દોમાં સીધો અર્થ આ થાય છે અન્તિમ સમયે આહાર આદિનો ત્યાગ કરીને (પહેલાં અન્ન અને પછી જળ અથવા બન્ને એક સાથે છોડીને) સમાધિપૂર્વક મૃત્યુ પામવું. આ દૃષ્ટિએ સંલેખના પ્રાણાન્ત અનશન છે. સંલેખનાપૂર્વક થતા મરણને જૈન આચારશાસ્ત્રમાં સમાધિમરણ અને પંડિતમરણ કહેવામાં આવેલ છે. તેને સંથારો પણ કહેવામાં આવે છે. સમાધિમરણ અને પંડિતમરણનો અર્થ થાય છે સ્વસ્થ ચિત્તપૂર્વક અને વિવેકયુક્ત પ્રાપ્ત થતું મરણ. સંથાર અર્થાત્ સંસ્તારકનો અર્થ છે પથારી. સંલેખનામાં વ્યક્તિ સંસ્તારક ગ્રહણ કરે છે એટલે કે આહારાદિનો ત્યાગ કરી પથારી પાથરીને શાન્તચિત્તે એક સ્થાને આડી પડી રહે છે, તેથી તેને સંથારો કહે છે. જયારે વ્યક્તિનું શરીર એટલું દુર્બળ બની જાય કે તે સંયમનું અર્થાત્ આચારનું પાલન સર્વથા ન કરી શકે ત્યારે તેવા શરીરથી મુક્ત થઈ જવું એ જ સાધક માટે શ્રેયસ્કર છે. બીજા શબ્દોમાં, જ્યારે શ૨ી૨ કોઈ કામનું રહેતું નથી અને કેવળ ભારરૂપ થઈ જાય છે ત્યારે તેનાથી મુક્તિ મેળવવી એ જ શ્રેષ્ઠ છે. આવી અવસ્થામાં કોઈ જાતનો ક્રોધ કર્યા વિના પ્રશાન્ત અને પ્રસન્ન ચિત્તે આહારાદિનો ક્રમશઃ ત્યાગ કરીને આત્મિક ચિન્તન કરતાં કરતાં સમભાવપૂર્વક પ્રાણોત્સર્ગ કરવો એ સંલેખના વ્રતનો મહાન ઉદ્દેશ્ય છે. અથવા અન્ય પ્રકારે મૃત્યુનો પ્રસંગ ઊભો થતાં નિર્વિકાર ચિત્તવૃત્તિથી દેહનો ત્યાગ કરવો એ પણ સંલેખના છે. શ્રાવક અને શ્રમણ બન્ને માટે સંલેખના વ્રતનું વિધાન છે. તેને વ્રત ન કહેતાં વૃત્તાન્ત કહેવું જ વધુ યોગ્ય બનશે કેમ કે તેમાં સમસ્ત વ્રતોનો અન્ન રહેલો છે. તેમાં જેમ શરીરનો પ્રશસ્ત અન્ત અભીષ્ટ છે તેમ જ વ્રતોનો પણ પવિત્ર અન્ત વાંછિત છે.
૩૭૧
Jain Education International
ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે સંલેખના અથવા સંથારો આપઘાત નથી. આપઘાતના મૂળમાં અતિશય ક્રોધ વગેરે કષાયો રહેલા હોય છે, જ્યારે સંલેખનાના મૂળમાં કષાયોનો સર્વથા અભાવ હોય છે. આપઘાત ચિત્તની અશાન્તિ અને
For Private & Personal Use Only
―
www.jainelibrary.org