________________
૨૫૬
ઘટના અસ્તિત્વ ધર્મને લઈને જે સમભંગી બને છે તે નીચે મુજબ છે ઃ
'
અમુક દૃષ્ટિએ ઘટ છે.
અમુક દૃષ્ટિએ ઘટ નથી.
અમુક દૃષ્ટિએ ઘટ છે અને નથી.
અમુક દૃષ્ટિએ ઘટ અવક્તવ્ય છે. અમુક દૃષ્ટિએ ઘટ છે અને અવક્તવ્ય છે.
અમુક દૃષ્ટિએ ઘટ નથી અને અવક્તવ્ય છે.
અમુક દૃષ્ટિએ ઘટ છે, નથી અને અવક્તવ્ય છે.
પ્રથમ ભંગ વિધિની કલ્પનાના આધારે છે. તેમાં ઘટના અસ્તિત્વનું વિધિપૂર્વક પ્રતિપાદન છે.
બીજો ભંગ પ્રતિષેધની કલ્પનાના આધારે છે. જે અસ્તિત્વનું પ્રથમ ભંગમાં વિધિપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું જ આ ભંગમાં નિષેધપૂર્વક પ્રતિપાદન છે. પ્રથમ ભંગમાં વિધિની સ્થાપના કરવામાં આવી છે. બીજા ભંગમાં વિધિનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે.
જૈન ધર્મ-દર્શન
ત્રીજો ભંગ વિધિ અને નિષેધ બન્નેનું ક્રમશઃ પ્રતિપાદન કરે છે. પહેલાં વિધિનું ગ્રહણ કરે છે અને પછી નિષેધનું. આ ભંગ પ્રથમ અને દ્વિતીય બન્ને ભંગોનો સંયોગ છે.
ચોથો ભંગ વિધિ અને નિષેધનું યુગપત્ પ્રતિપાદન કરે છે. બન્નેનું યુગપત્ પ્રતિપાદન કરવું એ વચનના સામર્થ્યની બહાર છે. તેથી આ ભંગને અવક્તવ્ય કહેવામાં આવેલ
19.
પાંચમો ભંગ વિધિ અને યુગપત્ વિધિ અને નિષેધ બન્નેનું પ્રતિપાદન કરે છે. પ્રથમ અને ચોથા એ બે ભંગોના સંયોગથી આ ભંગ બને છે.
છઠ્ઠા ભંગમાં નિષેધ અને યુગપત્ વિધિ અને નિષેધ બન્નેનું કથન છે. આ ભંગ બીજા અને ચોથા એ બે ભંગોનો સંયોગ છે.
સાતમો ભંગ ક્રમશઃ વિધિ અને નિષેધ અને યુગપત્ વિધિ અને નિષેધનું પ્રતિપાદન કરે છે. આ ત્રીજા અને ચોથા એ બે ભંગોનો સંયોગ છે.
પ્રત્યેક ભંગને નિશ્ચયાત્મક સમજવો જોઈએ, અનિશ્ચયાત્મક સંદેહાત્મક નહિ. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org