________________
૨૪
છદ્મસ્થાવસ્થામાં જીવની ભવિષ્યત્કાલીન ઉત્પત્તિનું જ્ઞાન કરી શકતા હતા ? જીવ અરૂપી દ્રવ્ય છે. અસર્વજ્ઞ પોતાના અવધિજ્ઞાન દ્વારા રૂપી પદાર્થોના વિષયમાં તો કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી કરી શકે છે પરંતુ અરૂપી પદાર્થના વિષયમાં આ જાતનું કથન જૈન જ્ઞાનવાદની માન્યતાથી વિપરીત છે. કર્મયુક્ત હોવા છતાં પણ જીવ અવધિજ્ઞાનનો સાક્ષાત્ વિષય બની શકતો નથી. અન્યથા કેવળજ્ઞાન અને અવધિજ્ઞાન વચ્ચે અન્તર જ શું રહેશે ? અવિધજ્ઞાની તલના છોડ અંગે ભવિષ્યવાણી કરી શકે છે કારણ કે છોડ રૂપી છે પરંતુ તલના જીવના અંગે એવું નથી કરી શકતા કારણ કે જીવ અરૂપી છે.
જૈન ધર્મ-દર્શન
ગોશાલ મહાવીરથી છૂટો પડી પોતાને જિન, કેવલી, સર્વજ્ઞ કહેવા લાગ્યો. મહાવીર, જે વીતરાગ અને સર્વજ્ઞ થઈ ચૂક્યા હતા, ગોશાલને જિન, કેવલી, સર્વજ્ઞ માનવા માટે તૈયાર ન હતા. તે કહેતા હતા કે ગોશાલ પોતે જિન ન હોવા છતાં પોતાને જિન, પોતે કેવલી ન હોવા છતાં પોતાને કેવલી, પોતે સર્વજ્ઞ ન હોવા છતાં પોતાને સર્વજ્ઞ જાહે૨ કરી રહ્યો છે. એનાથી ઊલટું ગોશાલ મહાવીરને છદ્મસ્થ (અસર્વજ્ઞ) સમજતો હતો, તે તેમને સર્વજ્ઞ માનવા તૈયાર ન હતો. લોકો કહેતા હતા કે બે જિનો પરસ્પર આક્ષેપો કરી રહ્યા છે, એક કહે છે કે હું સર્વજ્ઞ છું અને બીજો કહે છે કે હું સર્વજ્ઞ છું, તે બેમાં કોણ સાચો અને કોણ જુઠ્ઠો ? તે લોકોમાં જે મુખ્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતી તે કહેતી હતી. શ્રમણ ભગવાન મહાવીર સત્યવાદી છે અને મંખલિપુત્ર ગોશાલ મિથ્યાવાદી છે.
આ વર્ણન ઉપરથી જણાય છે કે સર્વજ્ઞની ઉપસ્થિતિમાં પણ લોકો સર્વજ્ઞતા અંગે સર્વસમ્મત નિર્ણય કરી શકતા ન હતા. કોઈ એકને સર્વજ્ઞ માનતો હતો તો કોઈ બીજાને. વસ્તુતઃ સર્વજ્ઞ કોણ છે, એનો નિર્ણય તે સર્વજ્ઞોની આગળ પણ થઈ શક્તો ન હતો. પોતાને સર્વજ્ઞ કહેતા સર્વજ્ઞો જ અંદરોઅંદર લડતા-ઝઘડતા હોય અને એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય તો અસર્વજ્ઞ લોકો સર્વજ્ઞતાની હાંસી ન ઉડાવે તો બીજું શું કરે ? સર્વજ્ઞ હોવા છતાં લોકોને પોતાના સર્વજ્ઞત્વની પ્રતીતિ ન કરાવી શકે તે સર્વશ કેવો ? કોઈની કોઈ પણ માન્યતા કેમ ન હોય, જો કોઈ હકીકતમાં સર્વજ્ઞ હોય તો બધાએ તેને સર્વજ્ઞ માનવો જ પડે. સર્વજ્ઞના જ્ઞાનના પ્રભાવ આગળ કોઈનો આગ્રહ ટકી ન શકે. સર્વજ્ઞને એ કહેવાની કે ઘોષણા કરવાની આવશ્યકતા જ નથી રહેતી કે હું સર્વજ્ઞ છું, જિન છું અને કેવલી છું અને અમુક વ્યક્તિ સર્વજ્ઞ-જિન-કેવલી નથી. લોકો સ્વયં સમજી જશે કે કોણ સર્વજ્ઞ છે અને કોણ નથી. પ્રસ્તુત શતકમાં મહાવીર અને ગોશાલની વચ્ચે થયેલા વાદ-વિવાદ અને લડાઈ-ઝઘડાનું જે વિચિત્ર રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેને જોતાં તો એ જ કહેવું પડે કે ન તો મહાવીર ખુદ જિન અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org