________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
―
સન્નિવેશની બહાર મનોજ્ઞ ભૂમિમાં મારી પાસે (મહાવીર પાસે) આવ્યો અને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વન્દન-નમસ્કાર કરીને વિનંતી કરવા લાગ્યો - હે ભગવન્ ! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો શિષ્ય છું. મેં ગોશાલની આ વાતનો સ્વીકાર કરી લીધો.
૨૩
ઉપર્યુક્ત કથનમાં છદ્મસ્થ (સરાગ) મહાવીર વિશે ઉલ્લેખવામાં આવેલી બે બાબતો વિચારણીય છે : (૧) મહાવીરને ધર્મોપદેશક કહેવામાં આવ્યા છે. (૨) મહાવીરે ગોશાલને પોતાનો શિષ્ય બનાવવાનું સ્વીકારી લીધું હતું. તીર્થંકર મહાવીરે કેવલી (વીતરાગ) બન્યા પછી જ ધર્મોપદેશના કાર્યનો પ્રારંભ કર્યો હતો. તે પહેલાં તેમને ધર્મોપદેશક વિશેષણ લગાવવું યોગ્ય લાગતું નથી. સાધનાવસ્થામાં તીર્થંકર તપઃકર્મમાં લીન રહે છે, ઉપદેશ દેવાનું કામ કરતા નથી. ગોશાલે ધર્મોપદેશથી પ્રભાવિત થઈને નહિ પણ દિવ્યવૃષ્ટિ આદિથી આકર્ષાઈને મહાવીરનું શિષ્યત્વ અંગીકાર કરવા ઇછ્યું હતું. પહેલી વાર તો મહાવીરે ગોશાલની વાત પર ધ્યાન ન આપ્યું પરંતુ બીજી વાર તે તેને શિષ્ય તરીકે પોતાની સાથે રાખવા તૈયાર થઈ ગયા તથા તેની સાથે છ વર્ષ સુધી લાભ-અલાભ, સુખ-દુ:ખ, સત્કાર-અસત્કારનો અનુભવ કરતાં વિચરતા રહ્યા. મહાવીરે સાધનાકાળમાં ગોશાલને પોતાની સાથે રહેવાની અનુમતિ કેમ આપી ? શું એવું કરવું તીર્થંકરની સરાગાવસ્થામાં વિહિત છે ? તીર્થંકર તો વીતરાગ બન્યા પછી જ શિષ્ય બનાવે છે તથા તેની સાથે વિચરે છે. સરાગાવસ્થામાં તે એકલા જ રહે છે અને એકલા જ વિચરે છે. તીર્થંકરનો આ જ આચાર છે. આ નિયમનો અપવાદ કોઈ બીજા આગમમાં દેખાતો નથી. હા, આવશ્યકચૂર્ણિ આદિ વ્યાખ્યાગ્રન્થોમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પ્રસ્તુત શતકનું અનુસરણ કરીને ગોશાલનું ચરિત્ર અવશ્ય જ વિચિત્ર રીતે ચીતરવામાં આવ્યું છે.
wic
-
એક વાર મહાવીર ગોશાલ સાથે સિદ્ધાર્થગ્રામથી કૂર્મગ્રામ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં પત્રપુષ્પયુક્ત એક તલનો છોડ જોઈને ગોશાલે મહાવીરને પૂછ્યું — ભગવન્ ! આ તલના છોડને ફળ લાગશે કે નહિ ? આ સાત તિલપુષ્પોના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થશે ? મહાવીરે કહ્યું — હે ગોશાલ ! આ તલના છોડને ફળ લાગશે અને આ સાત તિલપુષ્પોના જીવો મરીને આ જ તલના છોડની એક શીંગમાં સાત તલ તરીકે ઉત્પન્ન થશે. ગોશાલને મહાવીરની વાત પર વિશ્વાસ ન બેઠો. મહાવીરને જુઠ્ઠા સાબિત કરવાની ભાવનાથી ગોશાલે તે તલના છોડને ઉખાડી એક બાજુ ફેંકી દીધો. પછી વરસાદ પડવાના કારણે તે તલનો છોડ માટીમાં ચોટી ગયો અને બદ્ધમૂલ બની ગયો. તે સાત તિલપુષ્પો પણ મરીને તે તલના છોડની એક શીંગમાં તલ તરીકે ઉત્પન્ન થયા. પ્રસ્તુત શતકના ઉપર્યુક્ત વર્ણનમાં એક વાત વિચારણીય છે. શું મહાવીર
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org