________________
આચારશાસ્ત્ર
૩૪૩ પણ નિર્મમભાવે રક્ષણ કરે છે. મમત્વ અથવા આસક્તિ આન્તરિક ગ્રન્થિ છે. જે સાધક આ ગ્રન્થિનું છેદન કરે છે તે નિર્ઝન્થ કહેવાય છે. સર્વવિરત શ્રમણ આ પ્રકારનો નિર્ચન્થ હોય છે.
અપરિગ્રહવ્રતની પાંચ ભાવનાઓ છે – (૧) શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ પ્રત્યે રાગદ્વેષરહિતતા અર્થાત અનાસક્ત ભાવ, (૨) ચક્ષુરિન્દ્રિયનાવિષય રૂપ પ્રત્યે અનાસક્ત ભાવ, (૩) ધ્રાણેન્દ્રિયના વિષય ગબ્ધપ્રતિ અનાસક્ત ભાવ, (૪) રસનેન્દ્રિયના વિષય રસ પ્રતિ અનાસક્ત ભાવ અને (૫) સ્પર્શનેન્દ્રિયના વિષય સ્પર્શ પ્રતિ અનાસક્ત
ભાવ.
રાત્રિભોજનવિરમણવ્રત
મૂલાચારના મૂલગુણ નામના પહેલા પ્રકરણમાં સર્વવિરત શ્રમણના ૨૮મૂલ ગુણોનું વર્ણન છે—પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયોના પાંચ નિરોધ, આવશ્યક, લોંચ, અચલકત્વ, અસ્નાન, ક્ષિતિસેવન, અદંતધાવન, સ્થિતિભોજન અને એકભક્ત. એકભક્તનો અર્થ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે મુનિ સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચે કેવળ એક જ વાર ભોજન કરે છે. સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે એક જ વાર ભોજન કરે છે એટલે કે રાત્રિમાં તે ભોજનનો સર્વથા ત્યાગ કરે છે. દશવૈકાલિકના શ્રુલ્લિકાચારકથા નામના ત્રીજા અધ્યયનમાં નિર્ચન્થો માટે ઔદેશિક ભોજન, ક્રિીત ભોજન, આમત્રણ સ્વીકારીને ગ્રહણ કરેલું ભોજન યાવત્ રાત્રિભોજનનો નિષેધ કરવામાં આવ્યો છે. ષડૂજીવનિકા નામના ચોથા અધ્યયનમાં પાંચ મહાવ્રતોની સાથે રાત્રિભોજનવિરમણનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને તેને છઠું વ્રત કહ્યું છે. આચારપ્રણિધિનામના આઠમાં અધ્યયનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાત્રિભોજન હિંસા વગેરે દોષોનું જનક છે. તેથી નિર્ઝન્થ સૂર્યનો અસ્ત થાય તે ક્ષણથી શરૂ કરી સૂર્યનો ઉદય થાય તે ક્ષણ સુધી કોઈ પણ જાતના આહાર આદિની મનથી પણ ઈચ્છા ન કરે. આમ જૈન આચારગ્રન્થોમાં સર્વવિરત માટે રાત્રિભોજનનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે. તે આહાર, પાણી આદિ કોઈ પણ ચીજનો રાત્રિમાં ઉપભોગ કરતા નથી. જૈન આચારશાસ્ત્ર અહિંસાવ્રતની સંપૂર્ણ સાધના માટે રાત્રિભોજનના ત્યાગને અનિવાર્ય માને છે. છ આવશ્યક
દિગમ્બર પરંપરાના મૂલાચાર આદિ અને શ્વેતામ્બર પરંપરાના આવશ્યક આદિ ગ્રન્થોમાં સર્વવિરત મુનિ માટે આવશ્યક અર્થાત્ છ આવશ્યકોનું વિધાન કરવામાં
૧. આચારાંગ, ૨.૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org