________________
૩૪૨
જૈન ધર્મ-દર્શન
અધર્મનું મૂળ અને મહાદોષોનું સ્થાન કહેવામાં આવેલ છે. તેના કારણે અનેક પ્રકારના પાપો ઉત્પન્ન થાય છે, હિંસાદિ દોષો અને કલહ-સંઘર્ષ-વિગ્રહનો જન્મ થાય છે. આ બધું સમજીને નિર્પ્રન્થ મુનિ મૈથુનનો સર્વથા ત્યાગ કરે છે. જેમ મરઘીનાં બચ્ચાંને બિલાડીથી હમેશાં ભય રહે છે તેમ સંયમી શ્રમણને સ્ત્રીશરીરથી અને સંયત શ્રમણીને પુરુષશરીરથી સદા ભય રહે છે. તેઓ સ્ત્રી-પુરુષનાં રૂપ, રંગ, ચિત્ર આદિને જોવાં તથા ગીત આદિને સાંભળવાં પાપ સમજે છે. જો એ તરફ દૃષ્ટિ જતી પણ રહે તો તેઓ તરત જ સાવધાન થઈને પોતાની દૃષ્ટિને પાછી ખેંચી લે છે. તેઓ બાલ, યુવા અને વૃદ્ધ બધી જાતનાં સ્ત્રી-પુરુષોથી દૂર રહે છે. એટલું જ નહિ, તેઓ કોઈ પણ જાતના કામોત્તેજક અથવા ઇન્દ્રિયાકર્ષક પદાર્થો સાથે પોતાનો સંબંધ જોડતા નથી અર્થાત્ તેમનાથી દૂર રહે છે.
બ્રહ્મચર્યવ્રતના પાલન માટે પાંચ ભાવના નીચે પ્રમાણે દર્શાવી છે — (૧) સ્ત્રીકથા ન કરવી, (૨) સ્ત્રીનાં અંગોપાંગોનું અવલોકન ન કરવું, (૩) પૂર્વાનુભૂત કામક્રીડા આદિને યાદ ન કરવાં, (૪) માત્રાનું અતિક્રમણ કરીને ભોજન ન કરવું, અને (૫) સ્ત્રી આદિ સાથે સમ્બદ્ધ સ્થાનોમાં ન રહેવું. જેમ શ્રમણ માટે સ્ત્રીકથા આદિનો નિષેધ છે તેમ શ્રમણી માટે પુરુષકથા આદિનો પ્રતિષેધ છે. આ અને આ જાતની બીજી ભાવનાઓ સર્વમૈથુનવિરમણ વ્રતની સફળતા માટે અનિવાર્ય છે.
૩
સર્વવિરત શ્રમણ માટે સર્વપરિગ્રહવિરમણ પણ અનિવાર્ય છે. કોઈ પણ વસ્તુનો મમત્વમૂલક સંગ્રહ પરિગ્રહ કહેવાય છે. સર્વવિરત શ્રમણ પોતે પોતાની મેળે જ આ જાતનો સંગ્રહ કરતો નથી, બીજા પાસે કરાવતો નથી અને કરનારાઓનું સમર્થનઅનુમોદન કરતો નથી. તે પૂર્ણપણે અનાસક્ત અને અકિંચન હોય છે. એટલું જ નહિ, તે પોતાના શરીર ઉપર પણ મમત્વ રાખતો નથી. સંયમનિર્વાહ માટે જે કંઈ અલ્પતમ ઉપકરણો તે પોતાની પાસે રાખે છે તેમના ઉપર પણ તેને મમત્વ હોતું નથી.” તે ખોવાઈ જાય અથવા નાશ પામી જાય તો પણ તેને શોક થતો નથી અને તેમની પ્રાપ્તિ થતાં તેને હર્ષ થતો નથી. તે તેમને કેવળ સંયમયાત્રાનાં સાધન તરીકે કામમાં લે છે.જેમ તે પોતાના શરીરનું અનાસક્તભાવે પાલનપોષણ કરે છે તેમ પોતાનાં ઉપકરણોનું
૧. દશવૈકાલિક, ૬.૧૬,
૨. એજન, ૮.૫૪-૫૫.
૩. આચારાંગ, ૨.૩.
૪. દશવૈકાલિક, ૬.૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org