________________
જ્ઞાનમીમાંસા
૧૮૩ તે જ્ઞાન શ્રુતજ્ઞાનની કોટિની બહાર નીકળી મતિજ્ઞાનની કોટિમાં આવી જાય છે. મતિ અને શ્રુત
જૈન દર્શનની માન્યતા અનુસાર પ્રત્યેક જીવમાં ઓછામાં ઓછા બે જ્ઞાનો મતિ અને શ્રુત અવશ્ય હોય છે. કેવલજ્ઞાન સમયે આ બે જ્ઞાનોની સ્થિતિ અંગે મતભેદ છે. કેટલાક તે સમયે પણ મતિ અને શ્રુતની સત્તા માને છે અને કહે છે કે કેવલજ્ઞાનના મહાપ્રકાશ આગળ તેમનો અલ્પ પ્રકાશ દબાઈ જાય છે. સૂર્યનો પ્રચંડ પ્રકાશ હોતાં ચન્દ્ર, તારા આદિનો પ્રકાશ નહિવત માલૂમ પડે છે. કેટલાક આ વાત માનતા નથી. તેમના મતે કેવલજ્ઞાન એકલું જ હોય છે. મતિ, શ્રત આદિ જ્ઞાનો ક્ષાયોપથમિક છે.
જ્યારે જ્ઞાનાવરણકર્મનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે ત્યારે ક્ષાયોપથમિક જ્ઞાન રહી શકતું નથી. આ મત જૈન દર્શનની પરંપરાને અનુકૂલ છે. કેવલજ્ઞાનનો અર્થ જ છે એકલું જ્ઞાન. તે અસહાય જ થાય છે. તેને કોઈની સહાયતાની અપેક્ષા નથી.
મતિ અને શ્રુતના પારસ્પરિક સમ્બન્ધના અંગે ઉમાસ્વાતિનો મત છે કે શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ થાય છે, જ્યારે મતિજ્ઞાન માટે એ જરૂરી નથી કે તે શ્રુતપૂર્વક જ થાય. નન્દીસૂત્રનો મત છે કે જ્યાં આભિનિબોધિક જ્ઞાન (મતિજ્ઞાન) છે ત્યાં શ્રુતજ્ઞાન પણ છે અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે. સર્વાર્થસિદ્ધિ અને તત્ત્વાર્થરાજવાર્તિકમાં પણ આ મતનું સમર્થન છે. અહીં પ્રશ્ન એ છે કે શું આ બન્ને મતો પરસ્પર વિરોધી છે ? એક મત અનુસાર શ્રુતજ્ઞાન માટે મતિજ્ઞાન આવશ્યક છે જ્યારે મતિજ્ઞાન માટે શ્રુતજ્ઞાન આવશ્યક નથી. બીજો મત કહે છે કે મતિ અને શ્રુત બન્ને સહચારી છે. એકના અભાવમાં બીજું રહી શકતું નથી. જ્યાં મતિજ્ઞાન હશે ત્યાં શ્રુતજ્ઞાન અવશ્ય હશે અને જ્યાં શ્રુતજ્ઞાન હશે ત્યા મતિજ્ઞાન અવશ્ય હશે. અમે તો સમજીએ છીએ કે આ બન્ને મતો પરસ્પર વિરોધી નથી. ઉમાસ્વાતિ
જ્યારે કહે છે કે શ્રુતની પહેલાં મતિ આવશ્યક છે તો એનો અર્થ કેવળ એટલો જ છે કે જ્યારે કોઈ વિશેષ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે તદ્વિષયક મતિજ્ઞાનપૂર્વક જ ઉત્પન્ન થાય છે. પહેલાં શબ્દ સંભળાય છે અર્થાત શ્રાવણપ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે અને પછી તેનું શ્રુતજ્ઞાન (અર્થજ્ઞાન) થાય છે. મતિજ્ઞાન માટે એ આવશ્યક નથી કે તેના પહેલાં શ્રુતજ્ઞાન હોય અને ત્યાર પછી મતિજ્ઞાન થાય, કેમ કે
१. श्रुतज्ञानस्य मतिज्ञानेन नियत: सहभावः तत्पूर्वकत्वात् । यस्य श्रुतज्ञानं तस्य नियतं
મતિજ્ઞાન, યસ્થ તુ મતિજ્ઞાનં તસ્ય શ્રુતજ્ઞાનું થાત્ વા ન જોતિ ! તત્ત્વાર્થભાષ્ય ૧.૩૧. ૨. નન્દીસૂત્ર, ૨૪ ૩. સર્વાર્થસિદ્ધિ, ૧.૩૦; તત્ત્વાર્થરાજવાર્તિક ૧.૩૦.૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org