________________
આચારશાસ્ત્ર
૩૬૭ અન્ય વ્રતોની જેમ અનર્થદંડવિરમણ વ્રતના પણ પાંચ મુખ્ય અતિચાર છે– (૧) કન્દ, (૨) કૌત્કચ્ય, (૩) મૌખર્ય, (૪) સંયુક્તાધિકરણ, (૫) ભોગોપભોગાતિરિક્ત. વિકારવર્ધક વચનો બોલવાં કે સાંભળવાં એ કન્દર્પ છે. વિકારવર્ધક ચેષ્ટાઓ કરવી કે જોવી એ કૌત્કચ્ય છે. અસમ્બદ્ધ અને અનાવશ્યક વચન બોલવાં એ મૌખર્ય છે. જે ઉપકરણોના સંયોગથી હિંસાની સંભાવના વધી જતી હોય તેમને સંયુક્ત કરી રાખવા એ સંયુક્તાધિકરણ છે. દાખલા તરીકે બંદૂક સાથે કારતૂસ, ધનુષ સાથે તીર સંયુક્ત કરી રાખવા. આવશ્યકતાથી વધારે ભોગ અને ઉપભોગની સામગ્રીનો સંગ્રહ કરવો એ ભોગોપભોગાતિરિક્ત છે. આ બધા અતિચારો નિરર્થક હિંસાનું પોષણ કરનારા છે, તેથી શ્રમણોપાસકે તેમનાથી બચવું જોઈએ. શિક્ષાવ્રત
શિક્ષાનો અર્થ છે અભ્યાસ. જેમ વિદ્યાર્થી પુનઃ પુનઃ વિદ્યાનો અભ્યાસ કરે છે તેમ શ્રાવકને પણ કેટલાક વ્રતોનો પુનઃ પુનઃ અભ્યાસ કરવો પડે છે. આ અભ્યાસના કારણે આ વ્રતોને શિક્ષાવ્રત કહેવામાં આવ્યાં છે. અણુવ્રત અને ગુણવ્રત એક જ વાર ગ્રહણ કરવામાં આવે છે જ્યારે શિક્ષાવ્રત વારંવાર ગ્રહણ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં, અણુવ્રત અને ગુણવ્રત જીવનભર માટે હોય છે જયારે શિક્ષાવ્રત અમુક સમય માટે જ હોય છે. શિક્ષાવ્રત ચાર છે – (૧) સામાયિક વ્રત, (૨) દેશાવકાશિક વ્રત, (૩) પૌષધોપવાસ વ્રત અને (૪) અતિથિસંવિભાગ વ્રત.
(૧) સામાયિક– “સામાયિક પદના મૂળમાં ‘સમય’ શબ્દ છે. “સમાય’ શબ્દ સ” અને “આય' એ બેના સંયોગથી બન્યો છે. “સમ'નો અર્થ છે સમતા અથવા સમભાવ અને “આય'નો અર્થ છે લાભ અર્થાત પ્રાપ્તિ. આ બન્ને અર્થોને મેળવવાથી સમાય'નો અર્થ થાય છે સમભાવનો લાભ અથવા સમતાની પ્રાપ્તિ. સમાય સંબંધી ભાવ અથવા ક્રિયાને સામાયિક કહે છે. આમ સામાયિક આત્માનો તે ભાવ છે અથવા શરીરની તે વિશિષ્ટ ક્રિયા છે જેનાથી મનુષ્યને સમભાવની પ્રાપ્તિ થાય છે. બીજા શબ્દોમાં, જે ત્રસ અને સ્થાવર બધા જીવો પ્રત્યે સમભાવ રાખે છે તે સામાયિકનો આરાધક છે. સામાયિક માટે માનસિક સ્વસ્થતા અને શારીરિક શુદ્ધિ બન્ને આવશ્યક છે. શરીર સ્વસ્થ, શુદ્ધ અને સ્થિર હોય પરંતુ મન અસ્વસ્થ, અશુદ્ધ અને અસ્થિર હોય તો સામાયિકની સાધના નથી કરી શકાતી. એ જ રીતે મન સ્વસ્થ, શુદ્ધ અને સ્થિર હોય પરંતુ શારીરિક સ્વસ્થતા, શુદ્ધતા તથા સ્થિરતાનો અભાવ હોય તો પણ સામાયિકની નિર્વિઘ્ન આરાધના કરી શકાતી નથી. સામાયિક કરનારના મન, વચન અને કાયા ત્રણે પવિત્ર હોય છે. મન, વચન અને કાયાનાં કર્મમાં સાવધતા અર્થાત્ દોષ ન રહે એ જ સામાયિકનું પ્રયોજન છે. તેથી સામાયિકમાં સાવદ્યયોગ અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org