________________
જ્ઞાનમીમાંસા
૧૭૭ વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુને છોડી બાકીની ચાર ઇન્દ્રિયોથી થાય છે, એટલે તેના ચાર ભેદ થયા. આ ૨૪ + ૪ = ૨૮ પ્રકારના જ્ઞાનોમાંથી પ્રત્યેક જ્ઞાન વળી બહુ, અલ્પ, બહુવિધ, અલ્પવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિશ્રિત, નિશ્રિત, અસંદિગ્ધ, સંદિગ્ધ, ધ્રુવ, અધ્રુવ એમ બાર પ્રકારનું થાય છે. આ નામો શ્વેતામ્બર માન્યતા અનુસાર છે. દિગમ્બર પરંપરામાં આ નામોમાં થોડુંક અત્તર છે. તેમાં અનિશ્રિત અને નિશ્રિતના
સ્થાને અનિઃસૃત અને નિઃસૃત તથા અસંદિગ્ધ અને સંદિગ્ધના સ્થાને અનુક્ત અને ઉક્તનો પ્રયોગ છે. બહુનો અર્થ અનેક છે અને અલ્પનો અર્થ એક છે. અનેક વસ્તુઓનું જ્ઞાન બહુગ્રાહી કહેવાય અને એક વસ્તુનું જ્ઞાન અલ્પગ્રાહી કહેવાય. અનેક પ્રકારની વસ્તુઓનું જ્ઞાન બહુવિધગ્રાહી છે અને એક જ પ્રકારની વસ્તુઓનું જ્ઞાન અલ્પવિગ્રાહી છે. બહુ અને અલ્પ સંખ્યા સાથે સંબંધિત છે, અને બહુવિધ અને અલ્પવિધ પ્રકાર યા જાતિ સાથે સંબંધિત છે. શીઘ્રતાપૂર્વક થનારાં અવગ્રહ આદિ જ્ઞાનો ક્ષિપ્ર કહેવાય છે, અને વિલંબથી થનારાં જ્ઞાનો અક્ષિપ્ર કહેવાય છે. અનિશ્રિતનો અર્થ છે – હેતુ વિના થનારું વસ્તુનું જ્ઞાન. નિશ્રિતનો અર્થ છે – પૂર્વાનુભૂત કોઈ હેતુના આધારે થનારું જ્ઞાન. જેઓ અનિશ્રતના સ્થાને અનિઃસૃતનો અને નિશ્રિતના સ્થાને નિઃસૃતનો પ્રયોગ કરે છે તેમના મત અનુસાર અનિઃસૃતનો અર્થ છે અસલરૂપે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ અને નિઃસૃતનો અર્થ છે સકલપણે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ. અસંદિગ્ધનો અર્થ છે નિશ્ચિત જ્ઞાન અને સંદિગ્ધનો અર્થ છે અનિશ્ચિતજ્ઞાન. અવગ્રહ અને ઈહાના અનિશ્ચયથી આમાં ભેદ છે. આમાં અમુક પદાર્થ છે એવો નિશ્ચય થવા છતાં તેના વિશેષ ગુણો અંગે સંદેહ રહે છે. અસંદિગ્ધ અને સંદિગ્ધના સ્થાને અનુક્ત અને ઉક્ત એવો પાઠ સ્વીકારનારા અનુક્તનો અર્થ કરે છે અભિપ્રાય માત્રથી જાણી લેવું અને ઉક્તનો અર્થ કરે છે શબ્દો દ્વારા કથનથી જાણવું. ધ્રુવનો અર્થ છે અવયંભાવી જ્ઞાન અને અધુવનો અર્થ છે કદાચિતભાવી જ્ઞાન. આ બાર ભેદોમાંથી ચાર ભેદો પ્રમેયની વિવિધતા ઉપર અવલંબિત છે અને બાકીના આઠ ભેદો પ્રમાતાના ક્ષયોપશમની વિવિધતા ઉપર આધારિત છે. ઉપર્યુક્ત ૨૮ ભેદોમાંથી પ્રત્યેકના બાર બાર ભેદો થતાં કુલ ૨૮ * ૧૨ = ૩૩૬ ભેદો થાય છે. આમ મતિજ્ઞાનના ૩૩૬ ભેદો છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે.
૧. વહુવવિધfક્ષપ્રનિશ્રિતાધિધ્રુવા સેતર પામ્ તત્ત્વાર્થસૂત્ર ૧.૧૬. ૨. સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, ૧.૧૬.
al Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org