________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
પ૯ એક સંક્ષિપ્ત અને સરળ ટીકા લખી છે. આ ટીકા સામાન્ય કક્ષાના અધ્યેતાઓ માટે વિશેષ ઉપયોગી છે. તેમાં પ્રમેયકમલમાર્તડની જેમ લાંબા-પહોળા વિવાદોને સ્થાન ન આપતાં મૂળ સમસ્યાઓનું જ સૌમ્ય ભાષામાં સમાધાન કરવામાં આવ્યું છે. વાદિદેવસૂરિ
પ્રમાણશાસ્ત્ર પર પરીક્ષામુખ જેવો જ બીજો એક ગ્રન્થ રચનાર વાદિદેવસૂરિ છે. પરીક્ષામુખનું અનુકરણ કરવા છતાં તેમણે પોતાના ગ્રન્થ પ્રમાણનયતત્તાલોકમાં બે નવાં પ્રકરણો જોડ્યાં જે પરીક્ષામુખમાં ન હતાં. એક પ્રકરણ તો નયવાદ પર છે જેનો સમાવેશ માણિક્યચન્દ્ર પોતાના ગ્રન્થ પરીક્ષામુખમાં કર્યો ન હતો. આ પ્રકરણ જૈન ન્યાયશાસ્ત્રની પૂર્ણતા માટે આવશ્યક છે. આ પ્રકરણ ઉપરાંત પ્રમાણનયતત્તાલોકમાં એક પ્રકરણ વાદવિદ્યા પર પણ છે. આ દૃષ્ટિએ પરીક્ષામુખની અપેક્ષાએ આ ગ્રન્થ ક્યાંય અધિક ઉપયોગી છે. વાદિદેવસૂરિ આટલું જ કરીને સન્તોષ ન પામ્યા પરંતુ તેમણે આ ગ્રન્થ ઉપર સ્વોપજ્ઞ ટીકા પણ લખી. આ ટીકા સ્યાદ્વાદરત્નાકર નામથી પ્રસિદ્ધ છે. આ બૃહત્કાય ટીકામાં તેમણે દાર્શનિક સમસ્યાઓના ચિત્તનનો તે સમયે સુધી જેટલો વિકાસ થયેલો તે સઘળાનો સમાવેશ કરી દીધો છે. પ્રભાચન્દ્રકૃત સ્ત્રીમુક્તિ અને કેવલિકવલાહારની ચર્ચાનો શ્વેતામ્બર દૃષ્ટિએ ઉત્તર આપવાનું પણ તે ન ચૂક્યા. એટલું જ નહિ પરંતુ ક્યાંક ક્યાંક તો તેમણે અન્ય દાર્શનિકોના આક્ષેપોનો ઉત્તર બિલકુલ નવી જ રીતે આપ્યો. આમ વાદિદેવસૂરિ પોતાના સમયના શ્રેષ્ઠ દાર્શનિક હતા, એમાં કોઈ સંશય નથી. તેમનો સમય વિ.સં. ૧૧૪૩ થી ૧૨૨૬ સુધીનો છે. હેમચન્દ્ર
આચાર્ય હેમચન્દ્રનો જન્મ વિ.સં. ૧૧૪પના કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ નજીક આવેલા ધંધુકા ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ચંગદેવ હતું. તેમના પિતા શૈવધર્મના અનુયાયી હતા અને માતા જૈનધર્મ પાળતી હતી. આગળ ઉપર તે દેવચન્દ્રસૂરિના શિષ્ય બન્યા અને તેમનું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું. દેવચન્દ્રસૂરિ પોતાના શિષ્યના ગુણોથી બહુ પ્રસન્ન હતા અને સાથે સાથે જ સોમચન્દ્રની વિદ્વત્તાની પ્રતિભાને પણ બહુ માનતા હતા. વિ.સં. ૧૧૬૬ના વૈશાખ શુક્લા તૃતીયાના દિવસે સોમચન્દ્રને નાગૌરમાં આચાર્યપદ આપવામાં આવ્યું. સોમચન્દ્રના શરીરની પ્રભા અને કાન્તિ સુવર્ણ જેવી હતી એટલે તેમનું નામ હેમચન્દ્ર રાખવામાં આવ્યું. આ એમના નામનો ઇતિહાસ છે.
આચાર્ય હેમચન્દ્રની પ્રતિભા બહુમુખી હતી, આ વસ્તુ તેમની કૃતિઓ જોવાથી સ્પષ્ટ જણાય છે. કોઈ એવો મહત્ત્વનો વિષય ન હતો જેના ઉપર તેમણે પોતાની કલમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org